બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:50 PM, 11 June 2024
શું તમે ક્યારેય એવા શહેરમાં ગયા છો જ્યાં દરેક જગ્યાએ ટ્વીન્સ બાળકો રહે છે અને ભાગ્યે જ એવું કોઈ કુટુંબ હશે જ્યાં જોડિયા બાળકો ન રહેતા હોય. સાથે જ એઆ જગ્યા પર મોટાભાગના જોડિયા બાળકો જ જન્મે છે. હવે પ્રશ્ન એ થાય કે આ ગામ ક્યાં આવેલું છે તો આ ગામ ભારતના કેરળ રાજ્યમાં આવેલું છે અને આ ગામનું કોડિન્હી.
ADVERTISEMENT
ગામની આ વિશિષ્ટતાની દેશ અને દુનિયામાં લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે અને જોડિયા બાળકોને જોવા માટે ઘણી વાર ઘણા લોકો દૂર દૂરથી આ ગામમાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે ગામમાં આટલા જોડિયા બાળકો કેમ જન્મે છે? તો આ મામલાની તપાસ કરવા માટે વૈજ્ઞાનિકોની ટીમ ઘણી વખત ગામમાં આવી હતી, પરંતુ તેઓ આ રહસ્યનો પર્દાફાશ કરી શક્યા ન હતા. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ગામ પર ભગવાનનો વિશેષ આશીર્વાદ છે, જેના કારણે મોટાભાગના બાળકો જોડિયા જન્મે છે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર છેલ્લા 50 વર્ષમાં આ ગામમાં 300 થી વધુ જોડિયા બાળકોનો જન્મ થયો છે. જો તમે કોડીન્હી ગામની મુલાકાત લેવા જાઓ છો, તો તમે મોટી સંખ્યામાં જોડિયા લોકોને મળશો. કેટલાક અનુમાન મુજબ, આ ગામમાં લગભગ 400 જોડિયા લોકો રહે છે. 2016માં આ અનોખા રહસ્યને જાણવા માટે એક સાઇન્ટીનસની ટીમ આ ગામમાં આવી હતી અને ગામમાંથી જોડિયા બાળકોના સેમ્પલ લીધા હતા. જો કે આ સંશોધન પછી પણ કોઈ નક્કર તારણ પર પહોંચી શકાયું નહતું અને ઘણા લોકો કહે છે કે આ ગામની હવા અને પાણીમાં કંઈક એવું છે જેના કારણે અહીં ઘણા જોડિયા બાળકો જન્મે છે.
કોડિન્હી ગામમાં દર હજાર બાળકોના જન્મ પર 45 બાળકો જોડિયા જન્મે છે, અને આ ગામ વિશ્વમાં જોડિયા પેદા કરતું બીજું સૌથી મોટું ગામ છે. નાઈજીરિયાના ઈગ્બો-ઓરા ગામમાં દર હજાર બાળકોમાંથી 145 જોડિયા બાળકો જન્મે છે અને તેને 'ટ્વીન કેપિટલ ઑફ ધ વર્લ્ડ' કહેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.