બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / તમારા મોબાઈલની બેટરી આખો દિવસ ચાલશે, બસ ફોનમાં આ 5 ફિચર્સને ઓફ કરો
Last Updated: 03:38 PM, 22 May 2024
આપણે બધા જ ઈચ્છીએ કે ફોનને વારંવાર ચાર્જ કરવાની જરૂર ન પડે અને આખો દિવસ તેની બેટરી ચાલે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે આપણી નાનકડી ભૂલના કારણે ફોનની બેટરી લાઈફ ઘટી જાય છે. સ્માર્ટફોન બેટરી લાઈફ ઘટવાની પાછળ એક નહીં પરંતુ ઢગલાબંધ કારણ હોઈ શકે છે.
ADVERTISEMENT

આજે અમે વાત કરીશું મોબાઈલના અમુક એવા ફિચર્સ વિશે જે તમારા સ્માર્ટફોનની બેટરી લાઈફ માટે વિલનનું કામ કરે છે. ધણા લોકો છે જેને કદાચ આ ફિચર્સ વિશે ખબર પણ નહીં હોય. પરંતુ ઘણી વખતે આપણને ખબર હોવા છતાં એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે બેટરી પર અસર પડવા લાગે છે.
ADVERTISEMENT
High Refresh Rate
સ્માર્ટફોનમાં મળતા આ ફિચરનું ડાયરેક્ટ કનેક્શન બેટરી લાઈફ અને સ્ક્રીન સાથે છે. એક સેકન્ડમાં તમારા મોબાઈલની સ્ક્રીન કેટલી વખત રિફ્રેશ થાય છે તેને રિફ્રેશ રેટ કહેવામાં આવે છે. ફોન 60 હર્ટ્ઝથી 144 હર્ટ્ઝ સુધી રિફ્રેશ રેટ સપોર્ટની સાથે આવે છે.
ADVERTISEMENT

સેટિંગ્સમાં જઈને રિફ્રેશ રેટને પોતાના હિસાબથી સેટ કરવામાં આવી શકે છે. જો તમારા ફોનને હાઈ રિફ્રેશ રેટ પર રાખીને ચલાવવામાં આવે તો ફોનની બેટરી ઝડપથી ઘટવા લાગશે. ત્યાં જ ઓછા રિફ્રેશ રેટ પર ફોનની બેટરી લાઈફ લાંબા સમય સુધી સાથ આપે છે.
ADVERTISEMENT
Live Wallpapers
ફોનમાં તમે સ્ટેટિક અથવા તો લાઈવ વોલપેપર્સને સેટ કરી શકો છો. પરંતુ શું તમને ખબર છે કે આ લાઈવ વોલપેપર્સ ફોનની બેટરી લાઈફને ઝડપથી ઘટાડે છે.
ADVERTISEMENT

Location Service
ADVERTISEMENT
ઘણી વખત આપણે નેવિગેશન માટે લોકેશન સર્વિસને ઓન કરીએ છીએ. પરંતુ કામ થઈ જાય તેના બાદ ફોનમાં લોકેશન ઉર્ફ જીપીએસ સર્વિસ ઓન જ રહી જાય છે. બેટરી લાઈફ ઘટવાનું એક મોટુ કારણ જીપીએસનું ઓન રહેવાનું પણ છે.
Battery Draining Apps
અમુક એપ્સ એવી પણ છે જે બેટરી લાઈફને ઝડપથી ઘટાડે છે. આ વાતની જાણકારી મેશવવા માટે તમે ફોનના સેટિંગમાં બેટરી ઓપ્શનમાં જાઓ. અહીં તમને તે એપ્સ વિશે ખબર પડશે જે ઝડપથી બેટરી લાઈફ ઓછી કરી રહી છે.

Bluetooth Enable
અમુક સ્માર્ટફોન યુઝર્સ એવા છે જે ફોનમાં મળતા બ્લૂટૂથ ફીચર કામ પુરૂ થયા બાદ બંધ જ નથી કરતા. આજ કારણ છે કે બ્યૂટૂથ ફિચર ચાલે છે અને ફોનની બેટરી લાઈફને ઓછી કરી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.