બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:47 PM, 13 June 2024
ખ્રિસ્તીનો ભગવાન જિસસ ક્રાઈસ્ટના ચમત્કારોની અનેક વાતો લોકજીભે વણાયેલી છે. ધર્મગ્રંથ બાઈબલમાં પણ તેના અનેક ઉલ્લેખો મળી આવે છે. જિસસે મડદાંમાં પ્રાણ પૂર્યા હોવાનો પણ ઉલ્લેખ છે ચમત્કારોની આ વાતને સમર્થન મળે તેવો એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. જર્મનીના હંબર્ગના સ્ટેટ યુનિવર્સટી લાઈબ્રેરીમાંથી જિસસ ક્રાઈસ્ટની 2000 વર્ષ જુની હસ્તપ્રત મળી છે જેમાં જિસસે 5 વર્ષની વયે કરેલા ચમત્કારનો ઉલ્લેખ છે.
ADVERTISEMENT
જિસસ ક્રાઈસ્ટે 5 વર્ષની વયે શું ચમત્કાર કર્યો
ઈજિપ્તની 2000 વર્ષ જુની હસ્તપ્રતમાં ઉલ્લેખ છે કે 5 વર્ષની વયે જિસસે માટીના કબૂતરોમાં પ્રાણ પૂરીને તેને જીવતા કરીને ઉડાવી મૂક્યાં હતા. તે ઉપરાંત ચકલીઓને પણ જીવતી કરી હતી.
ADVERTISEMENT
માટીની ચકલીઓને જીવતી કરીને ઉડાવી મૂકી
Infancy Gospel of Thomas એ બુક છે જેમાં ઈશુ ખ્રિસ્તના બાળપણની કથાઓ કહેવાય છે જે અનુસાર એક દિવસ 5 વર્ષના જિસસ નદીના વોકળામાં ચિકણી માટીમાંથી ચકલીઓ બનાવી રહ્યાં છે. જ્યારે તેમના પિતા જોસેફે આ જોયું ત્યારે તેમને વઢવા લાગ્યાં અને કહ્યું કે તે શા માટે આવું કરી રહ્યો છે. જવાબમાં જિસસે ચકલીઓને ઉડી જવાનો આદેશ આપ્યો અને ચકલીઓએ આદેશને માથે ચઢાવીને ઉડી ગઈ હતી.
વધુ વાંચો : VIDEO: ભારતના આ ગામમાં જન્મે છે માત્ર જોડિયા બાળકો, કહેવાય છે ‘સિટી ઓફ ટ્વીન્સ’
1ની સાલમાં થયો હતો ઈશુ ખ્રિસ્તનો જન્મ
આજે આખી દુનિયામાં ઈશુ ખ્રિસ્તના જન્મબાદનો સમયગાળો માન્ય છે. એટલે કે આજથી 2024 વર્ષ પહેલા ઈશુનો જન્મ થયો હતો અને 33 વર્ષની ઉંમરે તેમને શુળીએ ચઢાવી દેવાયાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.