બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:05 PM, 13 June 2024
આપણે વારંવાર એલિયન્સના સમાચાર સાંભળીએ છીએ અને એ સાબિત પણ થયું છે કે અહીં ઘણી ગેલેક્સી આવેલી છે અને હોય શકે આમાંની કોઈ એક ગેલેક્સીમાં પૃથી જેવો બીજો કોઈ ગ્રહ પણ હોય. આવી સ્થિતિમાં મનમાં એક પ્રશ્ન આવે છે કે ત્યાં પણ કોઈ રહેતું હશે કે ત્યાં પણ જીવન હશે અને ત્યાં રહેતા લોકો કેવા દેખાતા હશે. આ બધા પ્રશ્નો જવાબ સાચે તો નથી મળ્યા પણ ફિલ્મોમાં આપણે જોયું છે કે બીજી દુનિયાના લોકોને આપણે એલિયન્સ કહી છીએ.
ADVERTISEMENT
હવે જ્યારે એલિયન્સની વાત ત્યારે એરિયા 51નું નામ સૌથી પહેલા આવે. આ એરિયા 51 અમેરિકાના નેવાડાના રણની વચ્ચે આવેલ એક મિલિટ્રી ટેસ્ટિંગ સાઇટ અને એર ફોર્સ ફેસિલિટી સેન્ટર છે. લોકોનું કહેવાનું માનીએ તો અમેરિકા અહીં એલિયન્સને પકડીને તેના વિશે રિસર્ચ કરે છે અને જો તમે એરિયા 51 કરીને ગૂગલ પર સર્ચ કરશો તો એના ઘણા પ્રૂફ તમને જોવા મળશે. ઘણા લોકો એમ પણ કહે છે કે એરિયા 51 ની આસપાસ એલિયન્સ અને યુએફઓ પણ જોવા મળ્યા છે.
ADVERTISEMENT
એરિયા-51માં ખૂબ જ કડક સુરક્ષા છે અને અહીં કોઈને આવવા-જવાની પરવાનગી નથી. આ જગ્યાને વર્ષોથી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી જેના વિશે અમેરિકાના લોકોને પણ ખબર ન હતી. એક રિપોર્ટ અનુસાર 2013માં પહેલી વખત અમેરિકન ગુપ્તચર એજન્સી CIAએ પહેલીવાર એરિયા-51 વિશે લોકોને માહિતી આપી હતી. લોકો પાસે હજુ પણ એરિયા-51 વિશે સંપૂર્ણ માહિતી નથી અને એ પણ ખબર નથી કે તેને એરિયા-51 કેમ કહેવામાં આવે છે. અમેરિકન સરકારે તેની તરફથી આ અંગે ક્યારેય કોઈ ખુલાસો કર્યો નથી.
સૌથી મોટો દાવો એ છે કે 1947માં ન્યૂ મેક્સિકોમાં એક એલિયન પ્લેન પડ્યું હતું, જેના એલિયન પાયલટ અને ufoને પકડીને અહીં રાખવામાં આવ્યા હતા. એલિયનની થીયરી સિવાય એમ પણ કહેવાય છે કે અહીંથી અમેરિકા ટાઈમ ટ્રાવેલ કરે છે અને ઘણા તો એમ પણ કહે છે કે નીલ આર્મસ્ટ્રોંગ ક્યારેય ચાંદ પર ઉતર્યા જ નહતા. એમને એરિયા-51માં ફોટો ખેંચીને દુનિયાને કહ્યું કે તેનું એપોલો 11 મિશન ચંદ્ર પર લેન્ડ થયું છે. જો કે આ બધી ફક્ત થિયરીઓ છે અને આના વિશે કોઈ પણ માહિતી હજુ સામે આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.