બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 08:11 AM, 26 May 2024
Delhi Baby Care Centre Fire : રાજકોટ ગેમ ઝોનમાં આગની દુર્ઘટનામાં બાળકો સહિત 33 લોકોના મોત બાદ હવે દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો હતો જ્યાં બેબી કેર સેન્ટરમાં ભીષણ આગને કારણે 7 બાળકોના મોત થયા હતા. મોડી રાત્રે 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા જેમાંથી 7 બાળકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલમાં 5 બાળકો હોસ્પિટલમાં દાખલ છે એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે, તેમણે આઈટીઆઈ, બ્લોક બી, વિવેક વિહાર વિસ્તાર પાસેના બેબી કેર સેન્ટરમાં રાત્રે 11.32 કલાકે આગ લાગી હોવાની માહિતી મળી હતી. ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઈમારતમાંથી 12 નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે,ઈમારતમાંથી 12 નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.
#WATCH | Delhi: Morning visuals from a newborn Baby Care Hospital in Vivek Vihar where a massive fire broke out last night claiming the lives of 6 newborn babies.
— ANI (@ANI) May 26, 2024
One newborn baby is on the ventilator and 5 others are admitted to a hospital. pic.twitter.com/cLvIUWIx9e
ADVERTISEMENT
વિગતો મુજબ પહેલા માળેથી 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા જેમાંથી 7 બાળકોના હોસ્પિટલમાં મોત થયા હતા અને 5 હજુ પણ દાખલ છે. ICUમાં રહેલા એક બાળકનું આજે સવારે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. બેબી કેર સેન્ટરની બાજુમાં એક બિલ્ડિંગ હતું તે પણ આગની લપેટમાં આવી ગયું હતું પરંતુ સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
#WATCH | Delhi: A fire broke out at a residential building in Azad Nagar West, Shahdara.
— ANI (@ANI) May 25, 2024
Further details awaited. pic.twitter.com/8WZbo6kPlb
બેબી કેર સેન્ટરની અંદર મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર પડેલા છે. આગમાં કેટલાક ઓક્સિજન સિલિન્ડર પણ ફાટ્યા હતા જે સ્થળ પર દેખાઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની 16 ગાડીઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 50 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
વધુ વાંચો : રાજકોટની ખૌફનાક ઘટનાનો LIVE વીડિયો: અંદર એક ભાગમાં ભભૂકી હતી આગ, મચી અફરાતફરી
રાજકોટમાં બાળકો સહિત 33 લોકોના મોત
રાજકોટમાં આગઝરતી ગરમી વચ્ચે ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠી. આ આગ મોતની ચિચિયારીઓ ભરી હતી. કારણ કે, તેમાં અનેક માસૂમો ફસાઈ ગયા હતાં. આગ એટલી નિકરાળ હતી કે, 5 કિલોમીટર સુધી તેના ધુમાડા જોવા મળ્યા અને ફરી એકવાર સુરતના તક્ષશિલા કાંડની યાદો તાજી થઈ ગઈ. જેમાં 33 જિંદગીઓ હોમાઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.