બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 લોકોના મોત, મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
રાજકોટમાં આગઝરતી ગરમી વચ્ચે ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠી. આ આગ મોતની ચિચિયારીઓ ભરી હતી. કારણ કે, તેમાં અનેક માસૂમો ફસાઈ ગયા હતાં. આગ એટલી નિકરાળ હતી કે, 5 કિલોમીટર સુધી તેના ધુમાડા જોવા મળ્યા અને ફરી એકવાર સુરતના તક્ષશિલા કાંડની યાદો તાજી થઈ ગઈ. જેમાં 33થી વધુ જિંદગીઓ હોમાઈ ગઈ છે.
રાજકોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 33ના મોત
એક જ પરિવારના 7 બાળકોમાંથી 5 બાળકો લાપતા
May 26, 2024 11:00
TRP ગેમિંગ ઝોનમાં કરુણાંતિકા બાદ પરિવારજનોમાં આક્રંદ અને આક્રોશ જોવા મળ્યો. એક જ પરિવારના 7 બાળકો ગેમિંગ ઝોનમાં ગયા હતા, જેમાંથી 2 બાળકો ઘાયલ મળ્યા છે જ્યારે 5 બાળકો લાપતા હોવાનું વિવશતા સાથે પરિવારજનોએ જણાવ્યું હતું. કહ્યું કે 'મારા પરિવારના 7 લોકો ગયા હતા, 5નો અત્તોપત્તો નથી'
આ અગ્નિકાંડમાં NRI પરિવાર પણ હોમાયો
May 26, 2024 10:35

આ અગ્નિકાંડે એક NRI પરિવારને પણ વેરવિખેર કરી દીધો છે. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો. હજુ 4 દિવસ પહેલા જ યુગલના લગ્ન થયા હતા, ત્યારે નવ પરિણીત યુગલનું મોત થતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.
DNA સેમ્પલનો રિપોર્ટ 48 કલાક બાદ આવશે
May 26, 2024 10:14
રાજકોટમાં TRP ગેમઝોનની આગમાં મૃતકોના DNAના સેમ્પલ મોકલાયા છે અને આ DNA સેમ્પલનો રિપોર્ટ 48 કલાક બાદ આવશે. એટલે કે બે દિવસ પછી ખબર પડશે કે મૃતકોના પરિવારજનો કોણ છે. 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે અને AIIMSમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. સાથે જ 11 મૃતદેહ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે.
CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટ AIIMS પહોંચ્યા
May 26, 2024 09:38
રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ એઈમ્સની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ સારવાર કરી રહેલા ડૉક્ટર્સ અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે. AIIMSમાં 16 મૃતદેહ રાખવામાં આવ્યા છે.
CMએ આગકાંડના ઘાયલોની મુલાકાત લીધી
May 26, 2024 08:41
રાજકોટમાં બેદરકારીના આગકાંડ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા અને સીએમએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ગિરિરાજ હોસ્પિટલમાં આગકાંડના ઘાયલોની મુલાકાત લીધી હતી.
#WATCH | Gujarat Chief Minister Bhupendra Patel and Home Minister Harsh Sanghavi meet the injured of the TRP Gaming Zone fire incident, at Giriraj Hospital, Rajkot. pic.twitter.com/j8Q17XVVb9
— ANI (@ANI) May 26, 2024
રાજકોટ ગેમિંગ ઝોનની દુર્ઘટનાને લઇ મોટો ખુલાસો
May 26, 2024 08:28
રાજકોટ ગેમિંગ ઝોનની દુર્ઘટનામાં બેજવાબદારીપૂર્વક ચાલતા વેલ્ડિંગથી આગ ભભૂકી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સાથે જ આ ગેમ ઝોનના ગ્રાઉન્ડમાં ગો કાર્ટ રેસિંગ માટે 800થી વધુ ટાયર રખાયા હતા. સાથે જ આ ગેમઝોનમાં 1500થી 2 હજાર લીટર ડીઝલ જનરેટર માટે રખાયું હતું. ગો કાર રેસિંગ કાર માટે 1000થી 1500 લીટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું.
CM ભૂપેન્દ્ર પટેલ હાલ ઘટનાસ્થળે પહોંચ્યા છે
May 26, 2024 07:59
રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધી 33 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે.
રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડમાં 33 લોકોના મોત નિપજ્યા
May 26, 2024 07:53
રાજકોટ અગ્નિકાંડમાં ગઇકાલે લાગેલી આગમાં 9 બાળકો સહિત 33 લોકો આગમાં હોમાયા છે અને ત્યારે મૃત્યુઆંક હજુ વધવાની સંભાવના છે. હાલ ઘટના સ્થળે પોલીસનો કાફલો તૈનાત કરાયો છે.અને મૃતદેહ મળ્યા તેમના DNA ટેસ્ટ કરી ઓળખ કરવામાં આવશે.
આગ લાગી તે સમયનો વીડિયો
May 25, 2024 23:47
TRP ગેમ ઝોનમાં દુર્ઘટના બની છે જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવ્યા છે. આગ લાગી તે સમયનો વીડિયો સામે આવ્યો છે. સૌ પ્રથમ ગેમ ઝોનમાં અંદરના ભાગે આગ લાગી હતી
રાજકોટની TRP ગેમ ઝોન દુર્ઘટનાનો મામલો, આગ લાગી તે સમયનો લાઈવ વીડિયો આવ્યો સામે , સૌ પહેલા ગેમઝોનના એક ભાગમાં લાગી હતી આગ pic.twitter.com/j097YzYFyR
— sujan vtv (@Sujanvtv6118) May 25, 2024
હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
May 25, 2024 23:25
રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના માં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારના દુઃખમાં સહભાગી થવા અને ઇજાગ્રસતોના ખબર અંતર પૂછવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ગૃહ રાજ્ય મંત્રીહર્ષ સંઘવી રાજકોટ પહોંચશે. તેઓ બચાવ રાહત કામગીરીની સમીક્ષા કરીને સ્થાનિક તંત્રનું માર્ગદર્શન પણ કરશે.
રાજકોટ ફાયર દુર્ઘટના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, આ ઘટનામાં ઘણા પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યા છે. હું અત્યારે રાજકોટ જઈ રહ્યો છું. આજે રાત્રે SIT તેની તપાસ શરૂ કરશે. સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ફાયર સ્પોટની મુલાકાત લીધા પછી એક મીટિંગ થશે અને આજે રાત્રે કાર્યવાહી શરૂ થશે પીએમ મોદીએ સીએમ પાસેથી વિગતો પણ લીધી છે.
સરકારે તપાસ કમિટી બનાવી
May 25, 2024 23:21
રાજકોટ દુર્ઘટના મામલે સરકારે તપાસ કમિટી બનાવી છે. અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કમિટી બનાવાઈ છે. કમિશનર ટેકનિકલ એજ્યુકેશન બંછાનિધિ પાનીનો કમિટીમાં સમાવેશ કરાયો છે. FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવીનો પણ કમિટીમાં સમાવેશ કરાયો છે તો અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા તેમજ માર્ગ મકાન વિભાગના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર એમ.બી.દેસાઈનો પણ કમિટીમાં સમાવેશ કરાયો છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી
May 25, 2024 22:37
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે, ગુજરાતના રાજકોટના એક મોલના ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં માસુમ બાળકો સહિત અનેક લોકોના મોતના સમાચાર ખૂબ જ દર્દનાક છે. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે તમામ ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય. કોંગ્રેસના કાર્યકર્તાઓને રાહત અને બચાવ કાર્યમાં વહીવટીતંત્રને શક્ય તમામ મદદ કરવા વિનંતી કરે અને ગુજરાત સરકાર અને વહીવટીતંત્ર આ ઘટનાની ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ કરે અને તમામ શોકગ્રસ્ત પરિવારોને ઝડપી ન્યાય અપાવે તેવી અપેક્ષા છે.
राजकोट, गुजरात में एक मॉल के गेमिंग ज़ोन में लगी भयंकर आग से मासूम बच्चों समेत कई लोगों की मृत्यु का समाचार बहुत ही पीड़ादायक है।
— Rahul Gandhi (@RahulGandhi) May 25, 2024
सभी शोकाकुल परिजनों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। सभी घायलों के जल्द से जल्द स्वस्थ होने की आशा करता हूं।
कांग्रेस कार्यकर्ताओं से अनुरोध…
આગની ઘટનાથી અત્યંત વ્યથિત છું: PM મોદી
May 25, 2024 22:12
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે, રાજકોટમાં આગની ઘટનાથી અત્યંત વ્યથિત છું. મારી સંવેદનાઓ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના કરૂ છું. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે.
Extremely distressed by the fire mishap in Rajkot. My thoughts are with all those who have lost their loved ones. Prayers for the injured. The local administration is working to provide all possible assistance to those affected.
— Narendra Modi (@narendramodi) May 25, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું
May 25, 2024 22:12
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી આગની દૂર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં મારી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા…
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 25, 2024
મુખ્યમંત્રીએ ટ્વીટ કરી વધુમાં લખ્યું છે કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 25, 2024
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય…