બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'અમે સૌથી બેસ્ટ ટીમમાંથી એક...' વર્લ્ડ કપ પહેલા પેટ કમિન્સે ઓસ્ટ્રેલિયન ટીમને લઈને કહી આ વાત
Last Updated: 02:11 PM, 25 May 2024
IPL 2024 તેના અંતિમ ચરણ પર પહોંચી ગયું છે અને હવે ફક્ત ફાઇનલ મેચ બકાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલની ફાઇનલમાં પ્રવેશી છે. કેપ્ટન પેટ કમિન્સના નેતૃત્વ હેઠળ SRH એ રાજસ્થાન રોયલ્સને બીજા ક્વોલિફાયરમાં 36 રનથી હરાવ્યું. એવામાં હવે ટીમને ફાઇનલમાં લઈ ગયા બાદ પેટ કમિન્સે ઓસ્ટ્રેલીયાની ટીમને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
Pat Cummins said "I am not sure we are favourites, we are one of the better sides, got experience & similar squad from the World Cup winning team, we will give our best crack". [Talking about T20I World Cup 2024 on Sports Tak] pic.twitter.com/FuDLqOXeMS
— Johns. (@CricCrazyJohns) May 25, 2024
ADVERTISEMENT
કમિન્સને પૂછવામાં આવ્યું હતું કે શું તેની ટીમ ફેવરિટ ટીમોમાંની એક છે. આના પર કમિન્સ કહે છે કે તેને નથી લાગતું કે એમની ટીમ ફેવરિટ છે પણ અમારી ટીમ બેસ્ટ ટીમોમાંની એક છે. અમે સારા ફોર્મમાં છીએ અને અમારી પાસે કેટલાક ખૂબ જ અનુભવી ખેલાડીઓ છે.
જાણીતું છે કે આઈપીએલમાં પોતાની પ્રથમ સિઝનમાં કેપ્ટનશીપ કરી રહેલા પેટ કમિન્સે આવતાની સાથે જ પોતાની પ્રતિભા બતાવી દીધી છે. ગઇ સિઝનમાં SRH પોઈન્ટ ટેબલમાં તળિયે લટકતું હતું, પરંતુ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સના આગમન સાથે, SRH એ જબરદસ્ત ટર્નઅરાઉન્ડ કર્યું હતું. IPL 2024 પ્લેઓફમાં KKR સામે પ્રથમ ક્વોલિફાયર હાર્યા બાદ હૈદરાબાદે જબરદસ્ત પુનરાગમન કર્યું. રાજસ્થાન રોયલ્સ (SRH vs RR) સામે ટોસ હાર્યા બાદ, SRHને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક સમયે હૈદરાબાદ 6 વિકેટે 120 રન પર હતું પરંતુ હેનરિક ક્લાસેનની અને શાહબાઝ અહેમદના યોગદાનને કારણે હૈદરાબાદે 175/9નો સ્કોર બનાવી શકી હતી.
પેટ કમિન્સે મેચ બાદ કહ્યું કે ટીમના ખેલાડીઓ સમગ્ર સિઝનમાં શાનદાર રહ્યા છે. જેમ તમે જોઈ શકો છો, ટીમ ઘણી જોશમાં છે અને સિઝનની શરૂઆતમાં જ ફાઈનલમાં પહોંચવું અમારું લક્ષ્ય હતું અને અમે તેને હાંસલ કર્યું. અમે જાણતા હતા કે અમારી તાકાત અમારી બેટિંગ છે. આ પછી પેટ કમિન્સે પણ પોતાની ટીમના બોલરોના વખાણ કર્યા હતા. રાજસ્થાન રોયલ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરોની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT