બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પંડયા અને નતાશાના તલાક ફાઈનલ ? આટલા ટકા પ્રોપર્ટી આપશે તેવો રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
Last Updated: 06:02 PM, 25 May 2024
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાની અફવાઓ ઇન્ટરનેટ પર ચાલી રહી છે. નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી પોતાના નામ પાછળથી પંડ્યા હટાવી દીધું છે. આ ઉપરાંત તે આઇપીએલમાં પણ મેચ જોવા નહોતી પહોંચી. નતાશાના જન્મદિવસ પર હાર્દિક પંડ્યાની પણ કોઈ પોસ્ટ નહોતી. આ સિવાય નતાશાએ પોતાના એકાઉન્ટ પરથી હાર્દિક સાથેની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. આ બધી બાબતો આ વાતને બળ પુરુ પાડે છે કે હાર્દિક અને નતાશા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાની કરિયર અને વ્યક્તિગત લાઇફ બન્ને સંકટમાં
દરમિયાન, કેટલાક અહેવાલો દાવો કરી રહ્યા છે કે જો હાર્દિક અને નતાશા છૂટાછેડા લેશે તો પંડ્યાને તેની 70 ટકા સંપત્તિ ગુમાવવી પડશે. આઇપીએલમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેની સુકાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું અને ટીમ પોઇન્ટ ટેબલમાં તળિયે રહી હતી. એટલું જ નહીં, પંડ્યાનું વ્યક્તિગત પ્રદર્શન પણ કંઈ ખાસ નહોતું. તે બેટ અને બોલ બંનેથી ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો.
ADVERTISEMENT
શું સંપતિનો મોટો હિસ્સો ખાધા-ખોરાકી તરીકે આપવો પડશે ?
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના અહેવાલો ચાલી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો બંને એકબીજાથી અલગ થઈ જાય તો હાર્દિક પંડ્યાને મોટું નુકસાન થશે. આ દાવા અનુસાર, હાર્દિક પંડ્યાએ પોતાની સંપત્તિનો મોટો હિસ્સો નતાશાને ખોરાકી તરીકે આપવો પડશે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે છૂટાછેડાની સ્થિતિમાં હાર્દિક પંડ્યાએ પોતાની 70 ટકા સંપત્તિ નતાશાને આપવી પડશે. જોકે, આ અહેવાલોની પ્રામાણિકતા હજુ સુધી નક્કી થઈ શકી નથી.
આ પણ વાંચોઃ કઈ ટીમ જીતશે IPL 2024નો ખિતાબ? ફાઈનલ મેચ પહેલા દિગ્ગજ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી
શું હાર્દિક પાસે બેક-અપ પ્લાન છે ?
આ દરમિયાન હાર્દિક પંડ્યાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં હાર્દિક પંડ્યા કહી રહ્યો છે કે તેણે તેની બધી વસ્તુઓ તેની માતાના નામે ખરીદી છે. વીડિયોમાં તે એવું કહેતો જોવા મળે છે કે કાર હોય કે પછી ઘર બધુ જ તેના નામ પર જ લીધું છે. મેં તેમને કહીને રાખ્યું છે કે મારો કોઇ ભરોસો નથી. હું મારા નામ પર નહીં લઉં, અને આગળ જઇને કોઇને 50 ટકા મારે આપવું નથી. બહું ખુંચશે મને 50 ટકા આપવું .એટલે મેં કીધું છે કે હું બધુ તમારા નામ પર લઇશ, 50 ટકા જશે નહીં મારા, આ વીડિયો ક્લિપ હાર્દિક પંડ્યાની ગૌરવ કપૂર સાથેના કોઇ જૂના ઇન્ટરવ્યૂની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.