બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'યા અલ્લાહ બસ...', બિગ બોસ 16ના વિનરની એક પોસ્ટે મચાવ્યો હડકંપ, માંગી મોતની દુઆ
Last Updated: 02:51 PM, 24 May 2024
'બિગ બોસ 16'ના વિજેતા અને ફેમસ રેપર એમસી સ્ટેને શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ક્રિપ્ટિક નોટ શેર કરી છે. જેના બાદ તેમના ફેંસની ચિંતા વધી ગઈ છે. એમસી સ્ટેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની લાઈફ સાથે જોડાયેલી દરેક નાની મોટી અપડેટ્સ પોતાના ફેંસની સાથે શેર કરતા રહે છે. હવે હાલમાં જ એમસી સ્ટેને પોતાના મોતની દુઆ માંગીને બધાની ચિંતા વધારી દીધી છે. એમસી સ્ટેને આ પોસ્ટ પોતાના બ્રેકઅપના થોડા દિવસો બાદ શેર કરી છે.
ADVERTISEMENT
એમસી સ્ટેને માંગી મોતની દુઆ
ADVERTISEMENT
નોટ શેર કરતા રેપર એમસી સ્ટેને અલ્લાહ પાસે પોતાની મોતની પ્રાર્થના કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમણે લખ્યું, "યા અલ્લાહ બસ મોત દે." આ સ્ટોરી શેર કરતા જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. જોકે તેમણે આ પોસ્ટના બાદ કોઈ ફોટો અને વીડિયો શેર નથી કર્યો. સાથે જ એ વાતનો પણ ખુલાસો નથી કર્યો કે આ પોસ્ટ તેમણે કેમ કરી છે.
પોસ્ટથી સોશિયલ મીડિયામાં હડકંપ
એમસી સ્ટેનના ફેંસ આ નોટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રી-શેર કરીને રેપને પુછી રહ્યા છે કે તેમની સાથે શું થયું છે. એક યુઝરે લખ્યું, "ભાઈ શું થઈ ગયું છે?" અન્ય એક યુઝરે પુછ્યું, "કંઈ પણ ખોટુ ન કરો પોતાના ફેંસના વિશે પણ વિચારી લો."
ત્યાં જ સ્ટેન પાછલા થોડા સમયથી પાર્ટીઓ અને ઈવેન્ટમાં પણ નથી જોવા મળતા. થોડા દિવસો પહેલા સ્ટેને પોતાના બ્રેકઅપની જાણકારી આપતા પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તૂટેલુ ઈમોજી લગાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.