બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શું પોન્ટિંગ-લેંગરને અપાઇ હતી ટીમ ઇન્ડિયાના નવા કોચ તરીકેની ઓફર? જય શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો
Last Updated: 02:12 PM, 24 May 2024
ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી લઈને 29 જૂન સુધી યુએસએ અને વેસ્ટઈન્ડીઝમાં રમાવાનો છે. ટી20 વર્લ્ડ કપની સાથે જ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પુરો થવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)એ નવા કોચ માટે અરજી પણ મંગાવી છે.
ADVERTISEMENT
રાહુલ દ્રવિડ પણ અરજી કરવા માટે પાત્ર છે. પરંતુ રિપોર્ટ અનુસાર તે આ ભુમિકા માટે ફરી અરજી નહીં કરે. તેમણે ઘણા સમય પહેલા જ નક્કી કરી લીધુ હતું કે તે ટીમના હેડ કોચના રૂપમાં પોતાના કાર્યકાળને હવે ફરી નહીં વધારે.
ADVERTISEMENT
આ વચ્ચે એવી ખબર આવી રહી હતી કે BCCIએ નવા કોચને લઈને પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગરનો સંપર્ક કર્યો હતો. જોકે આ ખબર અફવાહ નિકળી છે. BCCIના સચિવ જય શાહે સ્પષ્ટ કરી દીધુ છે કે બોર્ડે ક્યારેય પણ કોઈ પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનો સંપર્ક નથી કર્યો.
BCCI યોગ્ય ઉમેદવારને પસંદ કરશેઃ જય શાહ
જય શાહે કહ્યું, "જ્યારે આપણે ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ છીએ તો ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ કરતા વધારે પ્રતિષ્ઠિત ભુમિકા બીજી કોઈ નથી. ટીમ ઈન્ડિયાની પાસે વિશ્વ સ્તરીય ફેન બેસ છે. જેને મોટુ સમર્થન પ્રાપ્ત છે. આપણો સમૃદ્ધ ઈતિહાસ અને રમતના પ્રતિ જુનૂન તેને દુનિયાની સૌથી આકર્ષક જોબ્સમાંથી એક બનાવે છે. આ ભૂમિકા ઉચ્ચ સ્તરીય વ્યાવસાયિકતાની માંગ કરે છે. એક અરબ પ્રશંસકોની આકાંક્ષાઓને પુરી કરવી એક મોટુ સન્માન છે અને બીસીસઆઈ યોગ્ય ઉમેદવારને સિલેક્ટ કરશે જે ભારતીય ક્રિકેટને આગળ વધારવામાં સક્ષમ હોય. "
જય શાહે આગળ કહ્યું, "મેં કે BCCI કોઈએ પણ પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનો સંપર્ક નથી કર્યો. અમુક મીડિયા સેક્શન્સમાં પ્રસારિત રિપોર્ટ્સ સંપૂર્ણ રીતે ખોટા છે. આપણી રાષ્ટ્રીય ટીમ માટે યોગ્ય કોચ શોધવો એક સાવધાનીપૂર્વક અને ગહન પ્રક્રિયા છે. એક એવા લોકોની ઓળખ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ જે ભારતીય ક્રિકેટ સંરચનાની ઉંડી સમજ રાખે છે અને રેંકોમાં આગળ વધ્યા છે. ટીમ ઈન્ડિયાને વાસ્તવમાં નેક્સ્ટ લેવલ સુધી લઈ જવા માટે આ મહત્વપૂર્ણ છે કે આપણા કોચને આપણા ઘરેલૂ ક્રિકેટ ઢાંચાનું સારૂ જ્ઞાન હોય."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટર લગ્નજીવનમાં ભંગાણ / 'સાચો પ્રેમ મળવો મુશ્કેલ' બ્રેકઅપવાળા પ્રેમીઓ જેવું બોલ્યો ચહલ, રાંડ્યા પછી ડહાપણ આવ્યું
Australian Open 2025 / ટેનિસનો બાદશાહ! નોવાક જોકોવિચની સેમી ફાઈનલમાં એન્ટ્રી, 25મું ગ્રાન્ડ સ્લેમ હાથવેંતમાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT