બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'મારી પાસે ટાઈમ નથી...' સંગાકારાએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવાના સવાલ પર આપ્યો જવાબ
Last Updated: 08:01 PM, 25 May 2024
BCCI ભારતની ક્રિકેટ ટીમ માટે કોચની શોધમાં છે. એવામાં એક દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે ભારતની ટીમનો કોચ બાનવાનો ઇનકાર કરી દિધો છે. વર્તમાન ક્રિકેટ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ આ T20 ક્રિકેટ વર્લ્ડ કપ બાદ પૂરો થવાનો છે. એવામાં એક દિગ્ગજે કોચના રેસમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે.
ADVERTISEMENT
ભારતની ક્રિકેટ ટીમનો કોચ બનવાનો ઇનકાર કુમાર સંગાકારાએ કર્યો છે. ભારતનો કોચ બનવા માટે 27 મે સુધી આવેદન કરવાનું રહેશે. જે પણ વ્યક્તિ કોચ બનશે તેનો કાર્યકાળ 3.5 વર્ષનો હશે. આ કોચ ત્રણેય ફોર્મેટનો હશે.
ADVERTISEMENT
સંગાકારાએ કર્યો ઇનકાર
રાજસ્થાન રોયલ્સના કોચ કુમાર સંગાકારાને આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો તેના પર સંગાકારાએ જવાબ આપ્યો કે, BCCIએ હજુ સુધી મારી સાથે કોન્ટેક્ટ નથી કર્યો, અને મારી પાસે ભારતનો કોચ બનવાનો સમય પણ નથી. હું રાજસ્થાન રોયલ્સની સાથે ખુશ છું. ઉલ્લેખનીય છે કે, RRની ટીમ ક્વોલિફાયર મેચમાં SRH સામે 36 રને હારી જતા બહાર ફેંકાઈ ગઈ છે.
ગંભીર પણ કોચ માટે દાવેદાર
કેટલાક મીડિયા રિપોર્ટથી એવું પણ સામે આવ્યું હતું કે, ટીમ ઇન્ડિયાના કોચ માટે ગૌતમ ગંભીર પણ દાવેદાર છે. તેના નામની પણ ચર્ચા થઈ હતી. અત્યારે ગંભીર KKRની ટીમનો મેન્ટોર છે. KKRની ટીમ અત્યારે ફાઇનલમાં પોંહચી ગઈ છે.
પોન્ટિંગ અને લેંગરની થઈ હતી ચર્ચા
આસ્ટ્રેલિયાના આ બે દિગ્ગજોના નામ ભારતીય ક્રિકેટ ટીમના કોચ માટે ઉછળ્યા હતા. આ બંનેને કોચ માટે ઓફર કરાઈ હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા. પરંતુ BCCIના સચિવ જય શાહે આ દાવાને ખોટો જણાવ્યો હતો. તેમને કહ્યું હતું કે, અમારા તરફથી કોઈ પૂર્વ આસ્ટ્રેલિયન પ્લેયરને ઓફર નથી કરાઈ.
વાંચવા જેવું: હાર્દિક પંડયા અને નતાશાના તલાક ફાઈનલ? આટલા ટકા પ્રોપર્ટી આપશે તેવો રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
જય શાહે શું કહ્યું
રિકી પોન્ટિંગ દિલ્લી કેપિટલ અને જસ્ટિન લેંગર LSGનો કોચ છે. આ બંનેના નામ ભારતના આગામી કોચ માટે ઉછળતા BCCIના સચિવ જય શાહનું નિવેદન આવ્યું હતું. તેમને કહ્યું હતું કે, અમે કોઈ આસ્ટ્રેલિયનનો સંપર્ક નથી કર્યો. તેમણે આગળ જણાવ્યું કે, ભારતની ટીમનો કોચ શોધવો તે ગહન પ્રક્રિયા છે. અમે એવા વ્યક્તિની શોધમાં છીએ જેને ભારતીય ક્રિકેટની સંરચનાની પૂરી સમજ હોય, ભારતની ઘરેલુ ક્રિકેટની સમજ હોવી તે આગામી કોચ માટેનો મહત્વપૂર્ણ માપદંડ હશે. તેમના આ નિવેદનથી એવું લાગે છે કે ભારતીય ક્રિકેટ ટીમનો આગામી કોચ કોઈ ભારતીય જ હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.