બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / પોરબંદરથી ગુજરાત ATSએ દબોચ્યો પાકિસ્તાની જાસૂસ, મોકલતો ગુપ્ત માહિતી, કહ્યું 'હનીટ્રેપમાં...'

કાર્યવાહી / પોરબંદરથી ગુજરાત ATSએ દબોચ્યો પાકિસ્તાની જાસૂસ, મોકલતો ગુપ્ત માહિતી, કહ્યું 'હનીટ્રેપમાં...'

Last Updated: 04:23 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરથી જતીન ચારણિયા નામના યુવકની ધરપકડ કરી છે

દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો જાસૂસ સકંજામાં આવ્યો છે. દેશમાં જાસૂસી ગતિવિધિઓને લઈ ગુજરાત ATSની મોટી કાર્યવાહી કરી છે. પોરબંદરથી જતીન ચારણિયા નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી સમુદ્ર કિનારે સુરક્ષા એજન્સીઓની ગતિવિધિઓ પર નજર રાખતો હતો. ત્યારબાદ ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIને આપતો હતો.

એડવિકા પ્રિન્સ નામની પાકિસ્તાન IDને માહિતી આપીઃ ATS

ગુજરાત ATSએ જાસૂસની ધરપકડ કરી છે. ATSએ જણાવ્યુ હતુ કે વોટ્સએપમાં એકાઉન્ટ કરવામાં આવ્યું હતું. ટેલિગ્રામ, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનનું લીસ્ટ મળ્યું હતું. એડવિકા પ્રિન્સ નામની પાકિસ્તાન IDને માહિતી આપી હતી. રૂ 6 હજાર તેને ચૂકવ્યા હતા. એટીએસએ વધુમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાન ઓપરેટિંગમાં હની ટ્રેપમાં ફસાવે છે. પાકિસ્તાન હનીટ્રેપમાં જાસૂસ બનાવે છે. મોબાઈલમાં શંકાસ્પદ પૈસા મોકલેલા છે. પોરબંદના જતીન ચારણીયા નામનો જાસૂસ ઝડપાયો છે જેણે એડવિકા પ્રિન્સ નામની પાકિસ્તાન IDને માહિતી આપી હતી. પોરબંદરથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે.

WhatsApp Image 2024-05-23 at 4.05.17 PM (1)

છેલ્લા 2 માસમાં 3 જાસૂસ ઝડપાયા

આ જાસૂસ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલતો હતો. છેલ્લા 2 માસમાં 3 જાસૂસ ઝડપાયા છે. અગાઉ જામનગરથી મોહમ્મદ સકલેન નામના જાસૂસની ધરપકડ થઈ હતી. સકલેન જામનગરના બેડી ગામનો રહેવાસી હતો. સકલેને સિમકાર્ડ ખરીદીને લાભશંકર નામના બીજા જાસૂસને આપ્યું હતું. લાભશંકરે પોતાની બહેન મારફતે પાકિસ્તાન મોકલીને આ સીમકાર્ડ એક્ટિવ કર્યું હતું. ભારતીય સીમકાર્ડથી આર્મીના જવાનોને મેસેજ મારફતે ફસાવતા હોવાની માહિતી પણ સામે આવી છે. આર્મી ઈન્ટેલિજન્સના MI ઉધમપુર યુનિટે જાસૂસીને લઈ આપ્યા હતા ઈનપુર, CID ક્રાઈમે ભરૂચથી પ્રવિણ મિશ્રા નામના યુવકની ધરપકડ કરી હતી. આરોપીઓ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનના ISISના એજન્ટોને મોકલતા હતા.

અગાઉ ગુજરાતમાંથી સીમકાર્ડ પાકિસ્તાની જાસૂસી સંસ્થાને મોકલનાર વધુ જાસૂસ મોહમ્મદ સકલેનની ગુજરાત ATS એ ધરપકડ કરી હતી.આ આરોપી મૂળ જામનગરના બેડી ગામ નો રહેવાસી છે.આરોપી સકલેન એ એક સીમ કાર્ડ ખરીદીને લાભશંકર મહેશ્વરી નામના પાકિસ્તાની જાસૂસ ને મોકલ્યુ હતું.અને આ સિમકાર્ડ લાભ શંકરે પોતાની બહેન નાં મદદથી પાકિસ્તાન મોકલીને કાર્ડ એક્ટિવ કરવાયું હતું.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્યનું નિધન, બાથરૂમમાં પગ લપસતા હોસ્પિટલમાં હતા દાખલ

આ જાસૂસઓ ભારતીય સીમકાર્ડ ની મદદ થી આર્મીનાં જવાન ને એક મેસેજ કરી ને એક લિંક મોકલતા હતા અને માલવેર વાયરસ સાથેની એપ્લિકેશન ડાઉનલોડ કરવાતા હતા..અને ફોન હેંક કરીને તમામ માહિતી પાકિસ્તાન મોકલતા હતા.આર્મી ઈન્ટેલિજનના MI ઉદ્દમપુર યુનિટ દ્વારા પાકિસ્તાન જાસૂસને લઈને મળેલા ઇનપુટને લઈને CID ક્રાઈમએ ભરૂચથી પ્રવીણ મિશ્રા નામના યુવકની ધરપકડ કરી હતી. આ આરોપી ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન ના ISIS ના એજન્ટો ને મોકલતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

ATS Gujarat Pakistani Spy પોરબંદર ગુજરાત ATS Porbandar boats પાકિસ્તાની જાસૂસ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ