બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / Politics / મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્યનું નિધન, બાથરૂમમાં પગ લપસતા હોસ્પિટલમાં હતા દાખલ
Last Updated: 09:55 AM, 23 May 2024
PN Patil Death : લોકસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલનું આજે નિધન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ પીએન પાટીલનું આજે એટલે કે 23 મેની વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પીએન પાટીલે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. નોંધનિય છે કે, બાથરૂમમાં લપસી જતાં છેલ્લા ચાર દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. બાથરૂમમાં પગ લપસી જતાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલ તેમના જીવનભર ગાંધી પરિવારના વિશ્વાસુ તરીકે જાણીતા હતા. પીએન પાટીલ ગયા રવિવારની સવારે બાથરૂમમાં લપસી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે 4 દિવસની સારવારને અંતે આજે તેમનું નિધન થયું છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ધારાસભ્ય પીએન પાટીલના પાર્થિવ દેહને તેમના વતન ગામ સડોલી ખાલસા ખાતે સવારે 11 વાગ્યે લઈ જવામાં આવશે. અંતિમ સંસ્કાર સડોલી ખાલસા ખાતે જ કરવામાં આવશે.
જાણો શું થયું હતું ?
ADVERTISEMENT
ધારાસભ્ય પીએન પાટીલ રવિવારે સવારે લગભગ 8.30 વાગ્યે ઘરે બેભાન થઈ ગયા હતા. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમનું MRI સ્કેન કરવામાં આવ્યું. આ પછી મગજમાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો. જેને લઈ તેમણે તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા અને તાત્કાલિક સર્જરી કરવામાં આવી. જોકે તેમના મગજમાં સોજો યથાવત હતો. તેથી તેમની હાલત સ્થિર હોવા છતાં તે ગંભીર હતા. કાર્યકરો તેમના લાંબા આયુષ્યની કામના કરી રહ્યા હતા. પરંતુ આજે તેમના નિધનના સમાચાર આવ્યા. મુંબઈના પ્રખ્યાત ન્યુરો સર્જન ડો.સુહાસ બરાલેના માર્ગદર્શન હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી.
વધુ વાંચો : આરોપીને પકડવા AIIMS ઋષિકેશમાં પોલીસે છઠ્ઠા માળે દોડાવી વાન, વોર્ડમાં દર્દીઓ હક્કા બક્કા
નોંધનિય છે કે, છત્રપતિ શાહુ મહારાજ કોલ્હાપુર લોકસભા માટે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા હોઇ ધારાસભ્ય પી.એન. પાટીલે કરવીર મતવિસ્તારની સાથે જંજાવતી જિલ્લામાં પ્રચાર કર્યો હતો. છ વિધાનસભા મતવિસ્તારોમાંથી કોલ્હાપુર લોકસભામાં સૌથી વધુ 80 ટકા મતદાન થયું હતું. પાટીલ કરવીર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેથી તેમણે એકલા હાથે આ વિસ્તારમાં પ્રચારનો હવાલો સંભાળ્યો હતો. પાટીલનું નામ લોકસભા ચૂંટણી માટે પણ ચર્ચામાં હતું. જોકે તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.