બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / ગેમઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 33 મૃતદેહ મળી આવ્યા, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા
Last Updated: 10:05 AM, 26 May 2024
રાજકોટમાં અગ્નિકાંડ મામલે સી.એમ. ભૂપેન્દ્ર પટેલે ઘટનાં સ્થળે પહોંચી નીરીક્ષણ કરશે. આ અગ્નિકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે તમામ મૃતકોનાં ડીએનએ ટેસ્ટ કર્યા બાદ ઓળખાણ પ્રક્રિયા થશે. તેમજ હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. તેમજ અત્યાર સુધી 33 લોકોએ જીવ ગુમાવ્યો છે. પોલીસ દ્વારા ગેમીંગ ઝોનનાં માલિક યુવરાજસિંહ સહિત કુલ 5 સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ ઘટના સ્થળે પંચનામું કરવામાં આવ્યું હતું. રાત્રી દરમ્યાન કાટમાળ ખસેડી પંચનામું કરાયું હતું. તેમજ પંચનામા સમયે ઈલેક્ટ્રીક વાયરીંગ, એમસીવી સ્વીચ સહિતની સામગ્રી કબ્જે કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સમગ્ર મામલે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે, સમગ્ર ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરાશે. તેમજ ઘટનામાં બાળકોનાં પણ મૃત્યું થયા છે. તેમજ પીડીત પરિવારને ન્યાય મળે તે માટે અને નિષ્પક્ષ રીતે તપાસ કરીશું. મારી સાથે ફોરેન્સિક સાયન્સનાં ડિરેક્ટર સહિતનાં વ્યક્તિઓ ટીમમાં છે. ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને તે માટે પણ અમે અહેવાલ રજૂ કરીશું. આ ઘટનામાં કોણ જવાબદાર, શા માટે મોટી બની સહિતની તપાસ થશે. તેમજ જુદા જુદા વિભાગોની ક્યાં પ્રકારની કામગીરી રહી છે.
રાજકોટમાં ગેમઝોનમાં આગની ઘટના મામલે બાર એસો. દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિયેશન દ્વારા તાત્કાલીક મહત્વનો ઠરાવ કર્યો હતો. જેમાં આરોપી અને તેના મળતિયા તરફી કોઈ વકીલ કેસ નહી લડે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાં અંગે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં એસઆઈટી ના તમામ સભ્યોને રાજકોટ પહોંચવા સૂચના અપાઈ છે. તેમજ મંજૂરી સહિતના મુદ્દે તપાસ માટે કલેક્ટર કચેરીએ બેઠકો કરાશે. મંજૂરી સહિતના મુદ્દે તપાસ માટે કલેક્ટર કચેરીએ બેઠકો કરાશે. મિસિંગ વ્યક્તિની શોધવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ અગાઉની દુર્ઘટનાનાં આરોપીઓ આજે પણ જેલમાં છે. જેની પણ સંડોવણી હશે. તેની સામે કડક પગલા લેવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.