બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કામગીરી હવે અંતિમ તબક્કામાં, આવી ગઇ ડેડલાઇન, જાણો ક્યારથી દોડતી થઇ જશે

સુવિધા / અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કામગીરી હવે અંતિમ તબક્કામાં, આવી ગઇ ડેડલાઇન, જાણો ક્યારથી દોડતી થઇ જશે

Last Updated: 06:18 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ અને ગાંધીનગરને જોડતા રૂટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે....મેટ્રોની આખરી તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરવા કમિશ્નર ગુજરાત આવવાના છે

અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે...અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં મેટ્રોની સેવા ચાલુ છે...તેવામાં અમદાવાદ અને ગાંધીનગરને જોડતા રૂટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે....મેટ્રોની આખરી તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરવા કમિશ્નર ગુજરાત આવવાના છે...તેવામાં જૂલાઇ માસમાં અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવા શરૂ થાય તેવી શક્યતા છે..

અપડાઉન કરતા શહેરીજનોને રહેશે સરળતા

અધિકારીઓ જૂન માસમાં મેટ્રોની કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન કરી રહ્યા છે....મહત્વનું છેકે અમદાવાદના મોટેરાથી ગાંધીનગર જવા માટે મેટ્રો સેવા જલ્દીથી શરૂ કરવામાં આવશે...આ રૂટ શરૂ થયા બાદ દરરોજ ગાંધીનગર અપડાઉન કરવા માગતા શહેરીજનોને ખુબ જ સરળતા રહેશે.

આ પણ વાંચોઃ હાલોલ વડોદરા હાઇવે પર એક્સિડન્ટની 2 ઘટના, અકસ્માતમાં 1 મહિલાનું મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદમાં 21 વર્ષ પહેલા વર્ષ 2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું હતું.. અને વર્ષ 2019માં જાહેર જનતા માટે પહેલી મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી શરૂ થઇ હતી. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી અને આ સાથે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનો શુભારંભ થયો હતો.

2003

મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું

2005

ગુજરાત સરકારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ રિપોર્ટ મૂકતા કેન્દ્ર સરકારે મંજૂરી આપી

2005

પ્રોજેક્ટને પડતો મૂકી BRTS બસ સર્વિસને અગ્રતા આપી

2010

ગુજરાત મેટ્રો રેલ રેલ કોર્પોરેશન નવું નામકરણ કરાયું

2014

ઓક્ટોબરમાં ફરી કેન્દ્ર સરકારે ફેઝ-1 માટે મેટ્રો પ્રોજેક્ટ મંજૂર કર્યો

2015

14 માર્ચે ફેઝ–1ની કામગીરીનો આરંભ થયો

2018

ડિસેમ્બરના અંતમાં મુ્ન્દ્રા પોર્ટ પર 3 કોચ ઉતારાયા

2019

28 ફેબ્રુઆરીએ મેટ્રો ટ્રેનના 28 કિમીના ફેઝ–2ની કેન્દ્ર સરકારે મંજૂરી આપી

2019

4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેન સેવાને લીલીઝંડી આપી મુસાફરી કરી

2019

6 માર્ચથી જાહેર જનતા માટે 6.5 કિમીની વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટની મેટ્રો ટ્રેન શરૂ થઈ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad-Gandhinagar Metro Inspection Facility Metro Train Service
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ