બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / હાલોલ વડોદરા હાઇવે પર એક્સિડન્ટની 2 ઘટના, અકસ્માતમાં 1 મહિલાનું મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત

પંચમહાલ / હાલોલ વડોદરા હાઇવે પર એક્સિડન્ટની 2 ઘટના, અકસ્માતમાં 1 મહિલાનું મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત

Last Updated: 04:12 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલના હાલોલમાં હાઇવે પર 2 અકસ્માત થયા છે. આનંદપુરા અને વાસેતી ગામમાં અકસ્માતની ઘટના બની છે. વાસેતી ગામ પાસે ટ્રકે મહિલાને અડફેટે લીધી, જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.

પંચમહાલ: હાલોલ વડોદરા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રકે રાહદારી મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે એક અન્ય અકસ્માતમાં એક ટ્રેલરે બાઇકને ટક્કર મારી, જેમાં 1નું મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

હાલોલ વડોદરા હાઇવે પર આનંદપુર અને વાસેતી પાસે અકસ્માત થયો. વાસેતી ગામ પાસે ટ્રક ચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત થયું. જયારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો.

વધુ વાંચો: AMCના હિટ એક્શન પ્લાનનો ફિયાસ્કો, રસ્તાઓ પર મૂકવામાં આવેલ ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ બંધ હાલતમાં

આનંદ પુરા પાસે ટ્રેલરની અડફેટમાં યુવતીનું મોત થયું. જયારે ટ્રેલર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા. આ બંને વ્યક્તિ બાઈક પર લીમખેડાથી વડોદરા જઈ રહ્યા હતા, ત્યારે ટ્રેલરની અડફેટે ચડ્યા હતા. બંને સ્થળ પર પોલીસે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેલર અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Highway Road Accident Panchmahal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ