બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લિસ્ટિંગ પહેલા જ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 113 રૂપિયા, આ કંપનીનો IPO લાગ્યો તો થશે મોટો ફાયદો
Last Updated: 06:37 PM, 25 May 2024
શેર માર્કેટમાં છેલ્લા ઘણા દિવસથી મોટા પાયે ઉથલપાથલ ચાલી રહી છે. કેટલાક શેરમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે તો કેટલાક શેરમાં રોકાણકારો માલામાલ થયા છે. ત્યારે આ વચ્ચે IPOની પણ ધૂમ ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એવામાં ઑફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડના IPOને મજબૂત પ્રતિસાદ મળ્યો છે. ગયા શુક્રવારે આ આઇપીઓ 11.40 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના રૂ. 599 કરોડના IPO હેઠળ ઓફર કરાયેલા 86,29,670 શેરની સામે 9,83,73,951 શેર માટે બિડ મળી હતી. રિટેલ વ્યક્તિગત રોકાણકારો (RII) કેટેગરીએ 21.08 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોના ક્વોટાએ 20.98 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું. લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (QIBs) ના હિસ્સાને 3.39 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે.
જણાવી દઈએ કે ઓફિસ સ્પેસ સોલ્યુશનનો IPO સોમવારે બંધ થશે. બુધવારે બિડિંગના પ્રથમ દિવસે તે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયું હતું. IPOમાં રૂ. 128 કરોડ સુધીના નવા શેર જારી કરવામાં આવ્યા છે. તેમાં 12,295,699 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર પણ સામેલ છે. આ શેર BSE અને NSE બંને પર લિસ્ટ થવાના છે.
IPO માટે ઇશ્યૂ પ્રાઇસ શેર દીઠ રૂ. 364-383 છે. ઈશ્યુનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 113 છે. આ 29.50% નું પ્રીમિયમ દર્શાવે છે. એટલે કે આ આઇપીઓ રૂ. 496 પર લિસ્ટ થવાની શક્યતા છે.
આ સિવાય પ્રાઈમરી માર્કેટમાં આવતા અઠવાડીયે ઘણા નવા આઈપીઓ લોન્ચ થવા જઈ રહ્યા છે. આ બધા SME IPO છે. તેમાં એમ્ટ્રોન ઈલેક્ટ્રોનિક્સ, જેડ-ટેક ઈન્ડિયા, બીકોન ટ્રસ્ટીશિપ અને વિલાસ ટ્રાન્સકોરના આઈપીઓ શામેલ છે. તેના ઉપરાંત રોકાણકાર પહેલાથી ખુલેલા બે બીજા આઈપીઓમાં પણ પૈસા લગાવી શકે છે. જીએસએમ ફાઈલ્સના 11.01 કરોડના આઈપીઓમાં 28 મે સુધી પૈસા લગાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.