બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:00 PM, 25 May 2024
પ્રાઈમરી માર્કેટમાં આવતા અઠવાડીયે નવો આઈપીઓ લોન્ચ થવા જઈ રહ્યો છે. આ બધા SME IPO છે. તેમાં એમ્ટ્રોન ઈલેક્ટ્રોનિક્સ, જેડ-ટેક ઈન્ડિયા, બીકોન ટ્રસ્ટીશિપ અને વિલાસ ટ્રાન્સકોરના આઈપીઓ શામેલ છે. તેના ઉપરાંત રોકાણકાર પહેલાથી ખુલેલા બે બીજા આઈપીઓમાં પણ પૈસા લગાવી શકે છે. જીએસએમ ફાઈલ્સના 11.01 કરોડના આઈપીઓમાં 28 મે સુધી પૈસા લગાવી શકે છે.
ADVERTISEMENT
આ આઈપીઓ અત્યાર સુધી 18.43 ગણો સબ્સક્રાઈબ થઈ ચુક્યો છે. આ શેર ગ્રે માર્કેટમાં 25 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરતો જોવા મળ્યો છે. ત્યાં જ ઓફિસ સ્પેસ સોલ્યૂશન્સના આઈપીઓમાં 27 મે સુધી બોલી લાગી શકે છે. આ આઈપીઓ 11.45 ગણો સબ્સક્રાઈબ થઈ ચુક્યો છે. ગ્રે માર્કેટમાં શેર 28 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
આ IPO થશે લોન્ચ
એમ્ટ્રોન ઈલેક્ટ્રોનિક્સ IPO
આ 87.02 કરોડ રૂપિયાનો એસએમઈ IPO 30મેએ ખુલશે અને 3 જૂને બંધ થશે. શેરની લિસ્ટિંગ 6 જૂને થશે.
જેડ-ટેક ઈન્ડિયા IPO
આ 37.30 કરોડ રૂપિયાના એસએમઈ IPO 29 મેએ ખુલશે અને 31 મેએ બંધ થશે. શેરની લિસ્ટિંગ 4 જૂને થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 110 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈઝના મુકાબલે 30 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરતો જોવા મળ્યો છે. આ રીતે સ્ટોક એક્સચેન્જ પર કંપનીનો શેર 27.27 ટકાના પ્રીમિયમની સાથે 140 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.
બીકોન ટ્રસ્ટીશિપ IPO
આ 32.52 કરોડનો એસએમઈ IPO 28મેએ ખુલશે અને 30મેએ બંધ થશે. શરેની લિસ્ટિંગ 4 જૂને થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 60 રૂપિયાના પ્રીમિયમના મુકાબલે 40 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરતા જોવા મળ્યા. આ રીતે સ્ટ્રોડ એક્સચેન્જ પર કંપનીના શેર 66.67 ટકાના પ્રીમિયમની સાથે 100 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.
વધુ વાંચો: ઉનાળામાં હીટ સ્ટ્રોકથી મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરનું જોખન વધારે, જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
વિલાસ ટ્રાન્સકોર IPO
આ 95.26 કરોડ રૂપિયાના એસએમઈ IPO 27મેએ ખુલશે અને 29મેએ બંધ થશે. શેરની લિસ્ટિંગ 3 જૂને થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 147 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈઝના મુકાબલે 45 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. આ રીતે સ્ટોક એક્સચેન્જ પર આ શેર 30.61 ટકાના પ્રીમિયમની સાથે 192 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.