બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / VIDEO: બંગાળમાં બબાલ! ભાજપ ઉમેદવાર પર પથ્થરોથી એટેક, ખૌફનાક માહોલ કેમેરામાં કેદ
Last Updated: 08:41 PM, 25 May 2024
છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન ઝારગ્રામના ભાજપના લોકસભા ઉમેદવારને ભાગવાની ફરજ પડી હતી. પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ગરબેટાના મંગલાપોટા વિસ્તારમાં તેમની ઉપર અને તેમના સુરક્ષા કર્મચારીઓ ઉપર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ભાગી જવું પડ્યું હતું. આ કાર્યક્રમમાં નાટકીય દ્રશ્યો જોવા મળ્યા હતા. આમાં, સુરક્ષા કર્મચારીઓ ઢાલથી ઉમેદવાર પ્રનત ટુડુને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેમનો પીછો કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
BJP shares visuals of attack on its candidate Pranat Tudu(ST) in Jhargram, West Bengal. Massive Stones pelting reported.
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 25, 2024
Central Forces had to retreat, 2 CISF personnel injured. Many media channel cars were also reportedly vandalised pic.twitter.com/xsQjfgpTVy
ટુડુએ TMC પર મુક્યો આરોપ
ADVERTISEMENT
ટુડુએ આ ઘટના માટે "તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના કાર્યકરોને" દોષી ઠેરવ્યા છે અને દાવો કર્યો છે કે તેમના બે સુરક્ષાકર્મીઓને માથામાં ઈજા થઈ છે, અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાછે..
શાસક પક્ષ ટીએમસીએ ઉમેદવારના સુરક્ષાકર્મીઓને પર મુક્યો આરોપ
બંગાળમાં શાસક પક્ષે બચાવમાં જણાવ્યું હતું કે ટુડુના સુરક્ષા અધિકારીઓએ એક મહિલા પર હુમલો કર્યો હતો આ મહિલા જ્યારે મતદાન મથકની બહાર મત આપવા માટે લાઇનમાં રાહ જોઈ રહી હતી ત્યારે તેના પર હુમલો કરાયો હતો.. જેને કારણે રોષે ભરાયેલા લોકોએ સુરક્ષા કર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો.
ઝારગ્રામ બેઠક 2019માં ભાજપે જીતી હતી
ઝારગ્રામ બેઠક પરથી ટીએમસીના કાલીપાડા સોરેન, ભાજપના ડૉ. પ્રનત ટુડુ અને સીપીઆઈ (એમ) ના સોનામની મુર્મુ મેદાનમાં છે. 2019માં આ બેઠક ભાજપના કુમાર હેમ્બ્રમ પાસે હતી પરંતુ તેમણે અચાનક રાજકારણ છોડી દીધું હતું. એક્સ પર એક પોસ્ટમાં, ભાજપના બંગાળ સહ-પ્રભારી અમિત માલવિયાએ પણ હુમલા માટે ટીએમસીને દોષી ઠેરવી હતી અને દાવો કર્યો હતો કે લોકો મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટીને સત્તામાંથી બહાર ફેંકવા માટે મતદાન કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલની ચાર્લ્સ શોભરાજ સાથે કરી સરખામણી, જુઓ શું કહ્યુ
ટુડુ પર મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાના પ્રયાસનો આરોપ
સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વએ આરોપોને નકારી કાઢ્યા હતા અને ટુડુ પર "શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો" પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના એક સ્થાનિક નેતાએ કહ્યું, "ભાજપના ઉમેદવારો મતદારોને ધમકી આપી રહ્યા હતા. ગામલોકો ગુસ્સે થયા હતા અને વિરોધ કર્યો હતો.ટોળા દ્વારા વિવિધ મીડિયા સંગઠનોના વાહનોમાં પણ કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.