બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલની ચાર્લ્સ શોભરાજ સાથે કરી સરખામણી, જુઓ શું કહ્યુ

નિવેદન / વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલની ચાર્લ્સ શોભરાજ સાથે કરી સરખામણી, જુઓ શું કહ્યુ

Priyakant

Last Updated: 01:31 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : અરવિંદ કેજરીવાલના તાજેતરના ઈન્ટરવ્યુને લઈને PM મોદીએ સવાલ કર્યો કે,'ગંભીર અપરાધિક કેસનો સામનો કરી રહેલા લોકોનો મીડિયા ઈન્ટરવ્યુ કેવી રીતે લઈ શકે?

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીની વચ્ચે PM મોદીએ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ એક ખાનગી મીડિયાને આપેલ ઇન્ટરવ્યુમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા PM મોદીએ કુખ્યાત અપરાધી ચાર્લ્સ શોભરાજને યાદ કર્યા હતા. અરવિંદ કેજરીવાલના તાજેતરના ઈન્ટરવ્યુને લઈને PM મોદીએ સવાલ કર્યો કે,'ગંભીર અપરાધિક કેસનો સામનો કરી રહેલા લોકોનો મીડિયા ઈન્ટરવ્યુ કેવી રીતે લઈ શકે? તે પણ એવા વ્યક્તિનું કે જેના પર હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી છે. આ પહેલા માત્ર ચાર્લ્સ શોભરાજનો આવો ઈન્ટરવ્યુ થયો હતો.

વડાપ્રધાનને જ્યારે પૂછવામાં આવ્યું કે, અરવિંદ કેજરીવાલે તિહારમાં 40 દિવસ વિતાવ્યા અને હવે તેઓ પ્રચાર કરી રહ્યા છે. ઇકોસિસ્ટમ અથવા તેઓ પોતે તેને તેમની જીત ગણાવી રહ્યા છે. જાણે કોઈ કૌભાંડ ન થયું હોય. તે કહે છે કે જો તમે મને ચૂંટણી જીતાડશો તો હું જેલમાં નહીં જઈશ અને રાજીનામું પણ નહીં આપીશ. આ બધું મારી વિરુદ્ધનું કાવતરું હતું… આ મારી જીત છે. તમે આને કેવી રીતે જુઓ છો ? જેના જવાબમાં PM મોદીએ કહ્યું, તેમનો કેસ કોર્ટમાં છે, તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. પરંતુ દારૂના કૌભાંડમાં હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી છે. શું જાહેર જીવનમાં કોઈ જવાબદારી રહેશે નહીં? એક સમય હતો જ્યારે બાળક છેતરપિંડી કરતા પકડાય તો શાળાએ જતું ન હતું. કોપી કરનાર બાળકના માતા-પિતા પણ શરમાતા હતા. આજે તેઓ નિર્લજ્જતાથી જેમના ખભા પર આરોપ મુકાયા છે તેમની સાથે નાચી રહ્યા છે. આ ચિંતાનો વિષય છે.

વધુ વાંચો : '...તો એક સેકન્ડમાં અપાશે 30 લાખ નોકરીઓ', તેજસ્વી યાદવનું એલાન, રજૂ કર્યો એક્શન પ્લાન

PM મોદીએ એમ પણ કહ્યું કે, પહેલાના જમાનામાં ડાકુઓને વખાણવામાં આવતા હતા. મને નવાઈ લાગે છે કે એક અખબારવાળા ભ્રષ્ટ વ્યક્તિનો ઈન્ટરવ્યુ લેવા જાય. એક ચાર્લ્સ શોભરાજને જોયો, જેનું ઈન્ટરવ્યુ કરવા જતાં હતા. બધા એવું જ કરે છે કે બધું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી રહેવા દો. આ પછી જ્યારે તેમને 'ના ખાઉંગા, ના ખાને દૂંગા' ના નારા પછી આગળના પગલા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'હું નથી ખાતો, મને ખાવા નથી દેતો, તે મારી દેશી ભાષા છે. ભ્રષ્ટાચાર સામે કામ કરતી સંસ્થાઓની પ્રતિષ્ઠા વધવી જોઈએ. હવે આગળ છે, જેણે ખાધું છે તેને હું બહાર કાઢીશ, જેનું ખાધું છે તેને ખવડાવીશ. PM મોદીએ એમ પણ કહ્યું કે, હું પૈસાનું પગેરું શોધી રહ્યો છું, જો મને તે મળી જશે તો હું તેના માલિકને પૈસા પરત કરી દઈશ. જેણે તે ખાધું છે તેની પાસેથી લઈ જેનું ખાધું છે તેને ખવડાવીશ.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Narendra Modi Arvind Kejriwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ