બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અજબ ગજબ / VIDEO: આ હિલ સ્ટેશન પર ગાડી લઈને જશો, તો એન્ટ્રી જ નહીં મળે

Ajab Gajab / VIDEO: આ હિલ સ્ટેશન પર ગાડી લઈને જશો, તો એન્ટ્રી જ નહીં મળે

Last Updated: 02:55 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણાં પડોશી રાજ્યમાં એક એવું હિલસ્ટેશન આવેલું છે જ્યાં કાર તો શું કોઈ પણ વાહન ચલાવવાની મનાઈ છે અને 2003માં આ જગ્યાને કાર ફ્રી ઝોન પણ જાહેર કરવામાં આવ્યું હતું, પણ આ હિલસ્ટેશનનું નામ શું છે..?

હવે શહેરોના ઝડપી જીવનથી કંટાળીને લોકો શાંતિ મેળવવા માટે પહાડો અથવા જંગલમાં ફરવા જાય છે પણ આજકાલ તો હિલસ્ટેશન પર જવું વધુ મુશ્કેલ બની ગયું છે કારણ કે જ્યાં જુઓ ત્યાં વાહનોની લાંબી કતારો જોવા મળે છે. કાળા ધુમાડા ફેલાવતા વાહનો અને લોકોની ભીડને કારણે હવે પહાડો પણ પ્રદૂષણથી રંગાયેલા દેખાય છે. પણ શું તમને ખબર છે આપણાં ભારતમાં આવું જ એક પોલ્યુશન ફ્રી હિલ સ્ટેશન આવેલું છે જ્યાં કોઈ પણ વાહનો લઈ જવાની જ મનાઈ છે.

અહીં રસ્તાઓ પર ગાડીઓ નથી દોડતી તો પ્રશ્ન એ થાય કે લોકો ત્યાં એક જગ્યા પરથી બીજી જગ્યા પર કેવી રીતે જાય છે? તો જે લોકો આ હિલસ્ટેશન પર ફરવા આવે છે તે ઘોડા પર સવારી અથવા ટોય ટ્રેનનો ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ કરે છે. આ ભારતનું સૌથી નાનું હિલ સ્ટેશન છે, જે મહારાષ્ટ્રમાં આવેલું છે અને તેનું નામ માથેરાન છે.

દરિયાની સપાટીથી 2600 ફૂટની ઉંચાઈ પર આવેલા આ હિલ સ્ટેશન મુંબઈથી માત્ર 100 કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીં સુધી પહોંચવા માટે તમારે થોડી અગાઉથી કારમાંથી નીચે ઉતરવું પડશે અને પછી તમે ઘોડાગાડીમાં બેસીને હિલ સ્ટેશન જઈ શકો છો. આ હિલસ્ટેશનને 2003માં કાર ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ આ જગ્યા પર પાકા રસ્તાઓ પણ નથી બનાવવામાં આવ્યા.

વધુ વાંચો: એવું રેલવે સ્ટેશન જ્યાં મહારાષ્ટ્રમાંથી ટિકિટ લેવાની અને ગુજરાતમાંથી ટ્રેન પકડવાની

રિપોર્ટ અનુસાર માથેરાન ભારતના સૌથી નાના હિલ સ્ટેશનોમાંનું એક છે અને તેની શોધ 1850માં અંગ્રેજ અફસર હ્યુગ પોયન્ટ્ઝ મેલેટ દ્વારા કરવામાં આવી હતી અને પછી બ્રિટિશરોએ માથેરાનનો વિકાસ કર્યો હતો. 1880 સુધી યુરોપિયન લોકોએ તો ત્યારપછીના દાયકાઓમાં ઘણા ભારતીય ઉદ્યોગપતિઓએ આ હિલ સ્ટેશનમાં બંગલા બનાવવા માટે જમીન ખરીદી હતી. આજના ઝડપી યુગમાં અહીં ઈંધણ વાહનોના ઉપયોગ પર મનાઈ હોવાને કારણે હિલ સ્ટેશનોમાં તમામ કરિયાણા, દવાઓ અને અન્ય પુરવઠો ઘોડાઓ પર લઈ જવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Matheran Hill Station Car Free Hill Station Ajab Gajab
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ