બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:23 PM, 25 May 2024
સૂર્ય દેવ ટૂંક સમયમાં જ ગોચર કરવાના છે. વર્તમાનમાં સૂર્ય શુક્રની વૃષભ રાશિમાં બિરાજમાન છે. સૂર્યના ગોચરથી શુક્ર, ગુરૂ અને સૂર્યની યુતિ બની રહી છે. જે 14 જૂન સુધી રહેશે. સૂર્ય દેવ લગભગ 1 મહિના સુધી એક જ રાશિમાં બિરાજમાન રહેશે. 14 જૂને રાત્રીના સમયે બુધની રાશિ મિથુનમાં સૂર્ય ગોચર કરશે. આવો જાણીએ આવનાર 20 દિવસોમાં સૂર્ય ગોચરથી કઈ રાશિના લોકોની કિસ્મત પલટાઈ શકે છે.
ADVERTISEMENT
મેષ
ADVERTISEMENT
વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર મેષ રાશિના જાતકો માટે ઉત્તમ માનવામાં આવી રહ્યું છે. આજે તમે કોન્ફિડેન્ટ ફીલ કરશો અને તમારૂ સંપૂર્ણ ફોકસ પોતાના કામ પર રહેશે. કામને લઈને તમારા વખાણ થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં જીત હાસિલ થઈ શકે છે. ત્યાં જ જીવનસાથીની સાથે સમય પસાર કરવો આ સમય દરમિયાન બેસ્ટ રહેશે.
સિંહ
સૂર્યનું રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. કાર્યક્ષેત્રમાં તમારી મુશ્કેલીઓ સમાપ્ત થવા લાગશે અને માનસન્માન પણ મળશે. તમને પોતાના પિતા અને ગુરૂ પર ભરપૂર સપોર્ટ મળવાનો છે. ધાર્મિક ગતિવિધિઓમાં પણ મન લાગશે. ત્યાં જ પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
વધુ વાંચો: IPOમાં દાવ લગાવનારા રૂપિયા તૈયાર રાખજો, આવતા અઠવાડિયે 4 કંપનીના આઈપીઓમાં કમાણીની તક
કુંભ
સૂર્યાનું ગોચર કુંભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યમાં સુધાર થશે. વેપારમાં આવી રહેલી મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થશે. તમે પોતાની પ્રતિભાથી બધી મુશ્કેલીઓ સરળતાથી દૂર કરી શકશો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો માનવામાં આવી રહ્યો છે. કોઈ ગુડ ન્યૂઝ પણ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.