ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:12 AM, 18 October 2025
ADVERTISEMENT
પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના અનેક જિલ્લાઓમાં હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓમાં ત્રણ અફઘાન ક્રિકેટરો પણ માર્યા ગયા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ પાકિસ્તાની હુમલામાં તેના ત્રણ ક્રિકેટરોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુ:ખદ ઘટના પક્તિકા પ્રાંતના ઉર્ગુન જિલ્લામાં બની હતી, જ્યાં પાકિસ્તાની દળોના હુમલામાં અફઘાન ક્રિકેટરો કબીર, સિબગતુલ્લાહ અને હારૂન સહિત 10 લોકો માર્યા ગયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'રશિયાથી તેલ નહીં ખરીદે...', ટ્રમ્પનો ભારતને લઇ વધુ એક ચોંકાવનારો દાવો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે. શુક્રવારે, બંને દેશોએ પરસ્પર 48 કલાકના યુદ્ધવિરામને લંબાવવા સંમતિ આપી હતી. જોકે, તેના થોડા કલાકો પછી, તાલિબાને પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો.
ADVERTISEMENT
બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કાબુલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પાકિસ્તાનમાં રહેતા તમામ અફઘાન લોકો તેમના વતન પાછા ફરે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન સાથેના જૂના સંબંધોનો યુગ સમાપ્ત થઈ ગયો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને હવે કાબુલ સાથે પહેલા જેવા સંબંધો જાળવી રાખવાનું પોસાય તેમ નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી ધીરજ રાખી રહ્યું છે, પરંતુ અફઘાનિસ્તાન તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ