બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'રશિયાથી તેલ નહીં ખરીદે...', ટ્રમ્પનો ભારતને લઇ વધુ એક ચોંકાવનારો દાવો

વિશ્વ / 'રશિયાથી તેલ નહીં ખરીદે...', ટ્રમ્પનો ભારતને લઇ વધુ એક ચોંકાવનારો દાવો

Published By: Priykant Shrimali

Last Updated: 07:57 AM, 18 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump : ટ્રમ્પે સ્પષ્ટ રીતે પુનરોચ્ચાર કર્યો કે, ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે. આ નિવેદન વૈશ્વિક ઊર્જા બજાર માટે મહત્વ ધરાવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે...

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ રીતે પુનરોચ્ચાર કર્યો કે, ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે. આ નિવેદન વૈશ્વિક ઊર્જા બજાર માટે મહત્વ ધરાવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે પશ્ચિમ દેશો રશિયા પર રોક લગાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે વધુમાં ઉલ્લેખ કર્યો કે, હંગેરી પાસે માત્ર એક જ પાઇપલાઇન કનેક્શન હોવાથી તેને રશિયા પાસેથી તેલ લેવાનું રહે છે. તેમનું કહેવું છે કે, હંગેરી લેન્ડલોક દેશ છે, તેના વિકલ્પો ખૂબ ઓછા છે.

રશિયા-યુક્રેન શાંતિ કરાર

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથેની બેઠક દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સંભવ છે, જો કે બંને નેતાઓ વચ્ચે ઊંડું અવિશ્વાસ અને મતભેદ છે. ટ્રમ્પના શબ્દોમાં સમજીએ તો ઝેલેન્સ્કી અને પુતિન એકબીજાને પસંદ નથી કરતા. હું આ વાત બંનેને કહું છું. તેમ છતાં હું માનું છું કે આ વિવાદ ઉકેલી શકાય છે. ટ્રમ્પે મધ્ય પૂર્વના શાંતિ કરારનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, જ્યારે 50 દેશો જોડાયેલા હોય અને ત્યાં પણ શાંતિ શક્ય બની હતી, ત્યારે રશિયા-યુક્રેન માટે પણ આશા છે.

મેં આઠ યુદ્ધો અટકાવ્યા, પણ નોબેલ પુરસ્કાર મળ્યો નહીં

ટ્રમ્પે દાવો કર્યો કે, તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વિશ્વભરમાં આઠ યુદ્ધો અટકાવ્યા હતા. તેઓએ ઉલ્લેખ કર્યો કે રવાન્ડા, કોંગો, ભારત-પાકિસ્તાન સહિત અનેક સંઘર્ષક્ષેત્રોમાં તેમની મધસ્થતા કે દબાણથી યુદ્ધ ટળ્યા હતા. જ્યારે જ્યારે હું યુદ્ધ અટકાવું છું, લોકો કહે છે કે, તમને નોબેલ મળવો જોઈએ, પણ આજે સુધી મને નોબેલ પુરસ્કાર મળ્યો નથી. તેમણે કહ્યું કે, નોબેલ નથી મળ્યો તો પણ તેમને તેની પરવા નથી. મને નોબેલની નહીં, પણ લોકોના જીવ બચાવવાની પરવા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમની વિચારસરણી માત્ર યુદ્ધ અટકાવવાની જ નહીં પણ અમેરિકન અર્થવ્યવસ્થાની રક્ષા કરવી પણ છે. તેઓએ જણાવ્યું કે તેઓ યુક્રેનમાં નાણાં અને દારૂગોળા ખર્ચ ન કરીને જીવ બચાવવાની નીતિ અપનાવવાનું માને છે. અમે દર અઠવાડિયે હજારો લોકોના જીવ બચાવી રહ્યા છીએ. લોકો ગુમાવવાનું બંધ થયું છે, અને અમે નાટો સાથે પણ સારું કરાર કરી શક્યા છીએ.

ડ્રગ્સવાળી સબમરીન પર હુમલો

ટ્રમ્પે પોતાની સુરક્ષા નીતિ વિશે વધુમાં જણાવ્યું કે તેમણે મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ જતી સબમરીન પર હુમલો કર્યો હતો. આ સબમરીન નિર્દોષ લોકોની નહોતી. તે ખાસ મોટી માત્રામાં ડ્રગ્સ વહન કરવા માટે બનાવવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું કે, જો જરૂરી બને તો તેઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો પણ ઉકેલ લાવી શકે છે. તેમનું માનવું છે કે, જગતની શાંતિ માટે શક્તિશાળી નેતૃત્વ અને સ્પષ્ટ દૃષ્ટિકોણ જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

oil purchases Russia Donald Trump, Donald Trump

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ