ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Extra / tehreek-e-taliban-chief-mullah-fazlullah-killed-us-drone-strike

NULL / ઓસામા બિન લાદેન બાદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આકાને અમેરિકાએ ડ્રોન હુમલાથી માર્યો ઠાર

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

વોશિંગ્ટનઃ અમેરિકાએ ઓસામા બિન લાદેન બાદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આકા મુલ્લા ફજલુલ્લાહને ડ્રોન હુમલાથી ઠાર માર્યો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના કુનાર વિસ્તારમાં આતંકી મુલ્લા ફજલુલ્લાહને નિશાને લીધો હતો. અમેરિકા સેનાના એક અધિકારીએવોઈસ ઓફ અમેરિકા સાથે આ વાતની પુષ્ટિ પણ કરી છે.

લેફ્ટનન્ટ કર્નલ માર્ટિન ઓડોનેલે જણાવ્યું કે અમેરિકા સેનાએ અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર પાસેના કુનારમાં આતંકીઓના ખાતમા માટે 13 જૂનથી અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ ડ્રોન હુમલામાં ટીટીપીનો આકા ફજલુલ્લાહને ઠાર માર્યો છે. અલકાયદાના નજીકના સંગઠન ટીટીપીએ જ ફૈજલ શહજાદને ટાઈમ્સ સ્કવેરમાં હુમલા માટે ટ્રેનિંગ આપી હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિદેશ વિભાગે માર્ચ મહિનામાં આતંકી ફજલુલ્લાહનું ઠેકાણુ બતાવનારને 50 લાખ ડોલર એટલે કે 34 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. ફજલુલ્લાહ પાકિસ્તાનમાં કેટલાંય ખૂની હુમલા અને વર્ષ 2010માં ન્યૂયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર કાર બોમ્બ વિસ્ફોટમાં સામેલ હતો.

પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં અભિયાન બાદ ટીટીપીને પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. બાદમાં ફજલુલ્લાહએ અફઘાનિસ્તાનમાં શરણ લીધી હતી. ટીટીપીના આકા હકીમુલ્લાહ મહસૂદના માર્યા ગયા બાદ વર્ષ 2013માં ફજલુલ્લાહને આ સંગઠનનો આકા બનાવવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ