ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / Such women make your home a paradise

લક્ષ્મી / આવી સ્ત્રીઓ તમારા ઘરને સ્વર્ગ બનાવે છે

Published By: vtvAdmin

Last Updated: 03:08 PM, 1 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુક સ્ત્રીઓ એવી હોય છે જે વિવાહ બાદ પતિનાં સૂતેલાં ભાગ્યને જગાડી દે છે તો અમુક સ્ત્રીઓ એવી પણ હોય છે કે જે તેના પતિના જીવન ને નરક સમાન બનાવી નાખે છે. આજે આ લેખમાં તમને ભાગ્યશાળી સ્ત્રીઓના અમુક વિશિષ્ટ ગુણ વિશે જણાવીશું.

ADVERTISEMENT

હિંદુ ધર્મમાં સ્ત્રીઓને લક્ષ્મી માતાનું બિરુદ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે જે ઘરમાં આ સ્ત્રીઓ હોય છે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થાય છે. પરંતુ, આપણાં સમાજ માં મુખ્યત્વે માન્યતા છે કે કોઈપણ સ્ત્રી એ એક પારકું ધન છે. આ સ્ત્રી સાથે બે-બે કુટુંબો નું ભાવિ સંકળાયેલું હોય છે. એક સ્ત્રી એ વિવાહ પૂર્વે પોતાના માતા-પિતાની સાર-સંભાળ રાખે છે અને વિવાહ બાદ પોતાનાં સાસરિયાની સાર સંભાળ રાખે છે.

આનો એક અર્થ તમે એવો પણ કાઢી શકો કે વિવાહ બાદ સ્ત્રી દ્વારા જે પણ કાર્યો કરવામાં આવે તેનો સીધો પ્રભાવ તેના પતિ પર પડે છે. આ વાત તો શાશ્વત છે કે વિવાહ દ્વારા બે વ્યક્તિઓ એક પવિત્ર ગ્રંથિ એ જોડાય છે એટલે કે તેમના ભાગ્ય એકબીજા સાથે જોડાય છે. માટે બંને જે કંઈપણ શુભ અશુભ કર્મે કરે તેની સીધી જ અસર એકબીજા પર પડે.

વાસ્તવિક જીવનમાં અમુક સ્ત્રીઓ એવી હોય છે જે વિવાહ બાદ પતિનાં સૂતેલાં ભાગ્યને જગાડી દે છે તો અમુક સ્ત્રીઓ એવી પણ હોય છે કે જે તેના પતિના જીવન ને નરક સમાન બનાવી નાખે છે. આજે આ લેખમાં તમને ભાગ્યશાળી સ્ત્રીઓના અમુક વિશિષ્ટ ગુણ વિશે જણાવીશું. જો કોઈપણ સ્ત્રી આ ગુણ ધરાવતી હશે તો તેના પતિનું ભાગ્ય ચમકવાથી કોઈ પણ રોકી શકશે નહીં.

શાસ્ત્રો મુજબ જે પણ સ્ત્રી આ ગુણ ધરાવે છે તેના પતિને વધુ પડતો પરિશ્રમ કરવાની આવશ્યકતા રહેતી નથી. માન્યતા છે કે જે સ્ત્રીનું મન વધુ પડતું ધાર્મિક કાર્યોમાં ગૂંચવાયેલું હોય એટલે કે તે સ્ત્રી આખો દિવસ સાચા હૃદય અને નિષ્ઠાથી પ્રભુ ના પૂજન-અર્ચનનાં કાર્યો કરતી હોય તે જેના પણ ઘરે જાય છે ત્યાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે તથા તેમનું વૈવાહિક જીવન ખુશહાલ બને છે.

આ ઉપરાંત જે સ્ત્રીઓ શાંત સ્વભાવ ધરાવતી હોય અને જે ગમે તેવી વિકટ પરિસ્થિતિનું યોગ્ય નિવારણ લાવવાની ક્ષમતા ધરાવતી હોય તો આ સ્ત્રીઓના પતિનું જીવન સુખમય બને છે. આ સ્ત્રીઓ ઘરના તમામ સદસ્યોનું તથા તેમની તમામ જરૂરિયાતોની સાર સંભાળ રાખે છે અને દિવસ રાત બધાની સેવા કરે છે. આ સ્ત્રીઓ જેના પણ ઘરે પરણીને જાય છે તેમના ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થાય છે.

જે સ્ત્રીઓ દયાભાવનાની લાગણી ધરાવતી હોય એટલે કે તેમના ઘરે આવેલા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પાછો ના મોકલતી હોય તો આ સ્ત્રીઓ જેના પણ ઘરે જાય છે. તેમનું ઘર ધન ધાનથી ભરેલું રહે છે. આ સ્ત્રીઓ પર પ્રભુની અસીમ કૃપા હોય છે. તેમના ઘરમાં સદૈવ સુખ શાંતિનો માહોલ રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle relationship મહિલા સ્ત્રી હિંદુ ધર્મ Laxmi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ