ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Relationship / Health / આરોગ્ય / રિલેશનશિપ / સંભોગની ઈચ્છા ઓછી થતી જાય છે? 10 વસ્તુઓ ખાવાની રાખો, એનર્જીથી ભરપૂર રહેશો

લાઇફસ્ટાઇલ / સંભોગની ઈચ્છા ઓછી થતી જાય છે? 10 વસ્તુઓ ખાવાની રાખો, એનર્જીથી ભરપૂર રહેશો

Last Updated: 10:35 PM, 16 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lifestyle: વ્યસ્ત લાઇફ અને ખાણીપીણીની ખોટી આદતો માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ જાતીય કામેચ્છા પર પણ નકારાત્મક અસર કરી રહી છે.

ADVERTISEMENT

Lifestyle: વ્યસ્ત લાઇફ અને ખાણીપીણીની ખોટી આદતો માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ જાતીય કામેચ્છા પર પણ નકારાત્મક અસર કરી રહી છે. ખાસ કરીને મહિલાઓ તેમની સંભોગની ઇચ્છામાં ઘટાડો અનુભવી રહી છે. આવી સ્થિતિમાં તેમના આહારમાં કેટલાક ડાયટનો સમાવેશ કરી શકાય છે.

મહિલાઓની સંભોગ ડ્રાઇવ

દોડધામ ભરેલી જિંદગી, ઘર અને ઓફિસના કામકાજ સાથે ખોટી ખાણીપીણીની આદતો માત્ર સ્વાસ્થ્ય પર જ નહી આ જાતીય સંબંધ પર નકારાત્મક અસર કરી રહી છે. મહિલાઓ તેમના રોજિંદા કામથી એટલી થાકી જાય છે કે તેમની જાતીય સંબંધની ઇચ્છા સંપૂર્ણપણે ખોવાઈ જાય છે. ઘણી મહિલાઓ 30 કે 35 વર્ષની ઉંમરે આ સમસ્યાનો અનુભવ કરે છે. તમારી સંભોગની ઇચ્છા ધીમે ધીમે ઓછી થઈ રહી છે, તો હમણાં જ તમારા આહારમાં ચોક્કસ ખોરાકનો સમાવેશ કરવાનું શરૂ કરો. આ ખોરાક ખાવાથી તમારી જાતીય સંબંધની ઇચ્છા વધશે અને શરીર પણ સ્વસ્થ્ય રહેશે.

almonds

બદામ- કાજુ

દરરોજ ચિયા, અળસી અને બદામ, મખાના, કાજુ, કિસમિસ અને અખરોટ ખાવાનું શરૂ કરો. આ ચીજોમાં મોનોઅનસેચ્યુરેટેડ ચરબી, પ્રોટીન અને ફાઇબર હોય છે, જે શરીરને ફિટ રાખે છે અને સંભોગની ઇચ્છા વધારે છે.

ડાર્ક ચોકલેટ

મહિલાઓએ ડાર્ક ચોકલેટ ચોક્કસ ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટમાં ફેનાઇલેથિલામાઇન નામનો પદાર્થ હોય છે, જે એન્ડોર્ફિન હોર્મોન્સ વધારે છે. આ હોર્મોન જાતીય ઇચ્છા વધારે છે.

sex-movie-8

કેળા

કેળા મૂડ સુધારવા અને જાતીય સંબંધની ઇચ્છા વધારવા માટે પણ ફાયદાકારક છે. કેળા ખાવાથી શરીરને પોટેશિયમ મળે છે, જે જાતીય ઇચ્છા વધારે છે.

સ્ટ્રોબેરી

મહિલાઓએ સ્ટ્રોબેરી ચોક્કસ ખાવી જોઈએ. સ્ટ્રોબેરી જાતીય ડ્રાઇવ વધારવામાં અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેને ખાવાથી સારા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને ત્વચા માટે કોલેજન વધે છે.

લીલા શાકભાજી

આહારમાં કોબી, પાલક, વટાણા, બ્રોકોલી, કોબીજ, ટામેટાં અને કાકડી જેવા લીલા શાકભાજીનો સમાવેશ કરવાથી મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન્સ ઉત્પન્ન થાય છે.

fig-juice-6

અંજીર

અંજીરને પણ સુપરફૂડ માનવામાં આવે છે. સ્ત્રીઓએ જાતીય ઇચ્છા વધારવા માટે અંજીર ખાવું જોઈએ. તમે તેને જેમ છે તેમ ખાઈ શકો છો અથવા તેનું પાણી પી શકો છો.

કોફી

કોફી માત્ર તણાવ દૂર કરતી નથી પણ સંભોગની ઇચ્છા વધારવામાં પણ મદદ કરે છે. કેફીન ઉપરાંત, કોફીમાં ઘણા અન્ય ઘટકો હોય છે જે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.

માછલી

તમે માંસાહારી છો, તો માછલી ખાવાનું શરૂ કરો. માછલી જાતીય સંબંધ વધારવામાં ખૂબ મદદરૂપ છે. તે પુરુષો અને મહિલા બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃઅભિનેત્રીએ કરાવ્યું ન્યૂડ મેકઅપ ફોટોશૂટ! બોયફ્રેન્ડે કહ્યું મેરા ગુલાબ હૈ તું, રેડ ગાઉનમાં કહેર

લસણ

તમારા આહારમાં લસણનો સમાવેશ કરો. લસણ દરેક શાકભાજીમાં નાખવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો તેને ખાતા નથી. લસણ ખાવાથી બ્લડ સુગરનું સ્તર સુધરે છે અને જાતીય ઇચ્છા વધે છે.

ઈંડા

તમે માંસ કે માછલી નથી ખાતા અને ઈંડા ખાઓ છો, તો આ પણ જાતીય ઇચ્છા વધારી શકે છે. ઈંડામાં સારા પ્રોટીન અને ચરબી હોય છે, જે સંભોગની ઇચ્છા વધારવામાં મદદ કરે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sambhog Relationship Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ