ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / Statement by President Putin after the Security Council meeting, 3 thousand Indians were taken hostage by the Ukrainian army
ADVERTISEMENT
ADVERTISEMENT
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં રહેણાંક વિસ્તારો પર હુમલાના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે રશિયન સેના વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવી રહી નથી. પુતિને સુરક્ષા પરિષદની બેઠકમાં જણાવ્યું હતું કે યુક્રેનની સૈન્ય નાગરિકો અને વિદેશી નાગરિકોને રક્ષણ આપી રહી છે. તેણે દાવો કર્યો હતો કે રશિયન સેનાએ વિદેશી નાગરિકોને મુક્ત કર્યા છે. અમારી સેના યુક્રેનમાં બહાદુરીથી લડી રહી છે.યુક્રેનની સેના જ યુક્રેનના નાગરિકોને મારી રહી છે તેવો આરોપ પુતિને યુક્રેન પર લગાવ્યો છે.
ખાર્કિવમાં ટ્રેનમાં 3179 ભારતીયોને બંધક બનાવવામાં આવ્યા હતા: પુતિન
પુતિને દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ પણ 3 હજારથી વધુ ભારતીયોને બંધક બનાવ્યા છે. ખાર્કિવમાં ટ્રેનમાં 3179 ભારતીયોને બંધક બનાવવામાં આવ્યા હતા. જે બાદ રશિયન સેનાએ બંધક ભારતીયોને મુક્ત કરાવ્યા હોવાનો ખુલાસો પણ પુતિને સંબોધનમાં કર્યો હતો. યુક્રેનની સેનાએ ચીની નાગરિકોને પણ બંધક બનાવ્યા છે. આ ગઈકાલે ભારતે ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવામાં આવ્યા હોવાના દાવાને ફગાવી દીધો હતો. ભારતે કહ્યું કે તેને કોઈ વિદ્યાર્થી બંધકની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હોવાના કોઈ અહેવાલ મળ્યા નથી.
ADVERTISEMENT
નાગરિકોને બચવા માટે માનવતાવાદી કોરિડોર પ્રદાન કર્યા છે: પુતિન
વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયાનું "વિશેષ લશ્કરી ઓપરેશન" યોજના મુજબ ચાલી રહ્યું છે. અમે નાગરિકોને બચવા માટે માનવતાવાદી કોરિડોર પ્રદાન કર્યા છે. તમને જણાવી દઈએ કે યુક્રેન સતત દાવો કરી રહ્યું છે કે રશિયન સેના રહેણાંક વિસ્તારોમાં હુમલા કરી રહી છે. આ હુમલામાં અનેક સામાન્ય લોકોએ જીવ ગુમાવ્યા છે. પુતિનના નિવેદન પહેલા, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વાટાઘાટોની વિનંતી કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની પુતિનની તાજેતરની મીટિંગના ફોટોગ્રાફ્સનો ઉલ્લેખ કરતા, ઝેલેન્સકીએ કહ્યું, "બેસો અને મારી સાથે વાત કરો." 30 મીટર દૂર બેઠો નથી.'' તેણે કહ્યું, 'હું કરડતો નથી તો પુતિનને શેનો ડર લાગે છે?
સંકળાયેલા મુદ્દાઓ