ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, બાળકીના ગુપ્તભાગોમાં ગંભીર ઇજા, આરોપીની ધરપકડ

શરમજનક / રાજકોટમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, બાળકીના ગુપ્તભાગોમાં ગંભીર ઇજા, આરોપીની ધરપકડ

Published By: Vishal Dave

Last Updated: 11:43 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકીના શરીરના સંવેદનશીલ ભાગોમાં ગંભીર ઈજાઓ સામે આવી છે.રિપોર્ટ બાદ એ સ્પષ્ટ થશે કે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે નહીં

ADVERTISEMENT

રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક 7 વર્ષીય બાળકી પર પાડોશમાં રહેતા વ્યક્તિ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કરાયો.

પ્રાથમિક માહિતી મુજબ, આરોપીએ બાળકીને પોતાની પાસે રમવા બોલાવી હતી અને પછી તેના ઘરમાં લઈ જતો રહ્યો હતો. બાળકીના શરીરના સંવેદનશીલ ભાગોમાં ગંભીર ઈજાઓ સામે આવી છે.રિપોર્ટ બાદ એ સ્પષ્ટ થશે કે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે નહીં.

ઘટનાની જાણ થતાં જ બાળકીની માતાએ પોલીસમાં અરજી દાખલ કરી હતી. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસનું અનુમાન છે કે બાળકીએ દુષ્કર્મનો સામનો કર્યો હોઈ શકે છે, પરંતુ તબીબી તપાસના રિપોર્ટ બાદ જ પુષ્ટિ શક્ય બનશે. જો રિપોર્ટમાં દુષ્કર્મની શંકા સાચી સાબિત થાય, તો કેસમાં પોક્સો એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કડક કલમો ઉમેરાશે.હાલ બાળકીને જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.. હાલ તેની હાલત ગંભીર છે અને પરિવારના લોકો આઘાતમાં છે.

આ પણ વાંચોઃ બ્રાસપાર્ટના વેપારી સાથે સાયબર ફ્રોડ, ગઠિયાઓએ 1.87 કરોડનો ચૂનો લગાવ્યો

પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ પુછપરછ ચાલી રહી છે. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ ફેલાયો છે. લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે બાળકીઓ હવે પોતાનાં ઘરની આજુબાજુ પણ સુરક્ષિત નથી રહી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Child Assault Police Investigation POCSO Act

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ