બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બ્રાસપાર્ટના વેપારી સાથે સાયબર ફ્રોડ, ગઠિયાઓએ 1.87 કરોડનો ચૂનો લગાવ્યો
Last Updated: 11:09 PM, 13 October 2025
જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા બ્રાસપાર્ટના એક વેપારીને સાયબર ઠગ ટોળકીનો શિકાર બની 1 કરોડ 87 લાખ જેટલી મોટી રકમ ગુમાવી પડી છે. સાયબર ગઠિયાઓએ વેપારીને ઓનલાઇન ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાના બહાને સાત મહિનાના સમયગાળા દરમિયાન કટકે કટકે 1 કરોડ 87 લાખ જેવી માતબર રકમનું રોકાણ કરાવ્યું હતું. આટલી મોટી રકમ એકત્ર થયા બાદ સાયબર ચોર ટોળકીએ એકાઉન્ટ બંધ કરી દીધું હતું. આખરે વેપારીને પોતે છેતરાઇ ગયો હોવાનો ખ્યાલ આવતા તેણે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
આ મામલે મધ્યપ્રદેશ હૈદરાબાદ તેમજ મુંબઈ તરફ તપાસનો દોર લંબાવાયો છે. અને એક શકમંદની પૂછપરછ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને બ્રાસપાર્ટનો વેપાર કરતા કૌશિકભાઈ જયસુખભાઈ અગ્રાવત નામના વેપારીએ જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી જણાવ્યું છે, કે
ADVERTISEMENT
વેપારીએ ફરીયાદ નોંધાવી છે કે તેને વોટ્સએપ કોલ મારફતે કોન્ટેક કરી ટ્રેડિંગ એડવાઈઝર તરીકેની ઓળખ આપીને અલગ અલગ કંપનીની સ્કીમમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી તેમની પાસેથી કટકે કટકે 1,87,44,407 જેવી માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવાઇ હતી. બાદમાં રકમ કે વળતર પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી.
આ પણ વાંચોઃ ગીરમાં સિંહ દર્શન માટેની પરમિટમાં કૌભાંડ, ખોટા આઇડીથી બલ્કમાં બુકિંગ, ત્રણ આરોપીઓ ઝડપાયા
ADVERTISEMENT
ગઠિયાઓએ વેપારીને સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી મેમ્બરશીપ સ્કીમમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા અને શરૂઆતમાં નાના રોકાણથી શરૂઆત કરાવી હતી..જેમાં વેપારીને લલચાવવા માટે મોટો નફો થયો હોવાનું દર્શાવ્યું હતું. અને આ મોટા નફાને આગળ કરીને વધારે રોકાણ કરાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.