ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીરમાં સિંહ દર્શન માટેની પરમિટમાં કૌભાંડ, ખોટા આઇડીથી બલ્કમાં બુકિંગ, ત્રણ આરોપીઓ ઝડપાયા
Last Updated: 10:38 PM, 13 October 2025
ADVERTISEMENT
ગુજરાતના સિંહદર્શન માટેની સૌથી લોકપ્રિય ગીર સફારીના પરમિટ બુકિંગમાં કૌભાંડ આચરવા મામલે 3 આરોપીઓની ધરપકડ કરાઇ છે. આરોપીઓ બલ્ક બૂકિંગ કરી અનઅધિકૃત રીતે વેચાણ કરતા હતા. તપાસમાં ખુલ્યું છે કે, આ ગેંગે ખોટી ઓળખ અને ખોટા આધાર કાર્ડ ફોટા વડે 12 હજારથી વધુ પરમિટનું ગેરકાયદે બલ્ક બુકિંગ કરીને કરોડોની કમાણી કરી હતી. પ્રવાસીઓ માટે મુશ્કેલી ઉભી કરીને આ ટોળકીએ નકલી વેબસાઇટો મારફતે ટિકિટોનું વેચાણ કરી બ્લેક બુકિંગનો ગોરખધંધો કરતી હતી.
ADVERTISEMENT
આરોપીઓ ખોટી ઓળખ આપીને સરકારી વેબસાઇટ પર કોઈપણ નામ લખી અને આધાર કાર્ડની જગ્યાએ ખોટા ફોટાનો ઉપયોગ કરીને એડવાન્સમાં મોટાપાયે બલ્કમાં પરમિટનું બુકિંગ કરાવતા અને પોતેજ બનાવેલી ખાનગી વેબસાઇટ્સ પર ઉંચા ભાવે તેનું વેચાણ કરતા. બલ્ક બુકિંગના કારણે સામાન્ય પ્રવાસીઓ માટે પરમિટની કૃત્રિમ અછત ઊભી થતી હતી.
આ પણ વાંચોઃ નશાની હાલતમાં નિવૃત્ત PSIએ સર્જયો અકસ્માત, મહિલા અને તેનો પુત્ર રોડ પર પટકાયા
ADVERTISEMENT
આરોપીઓએ પોતાની ભળતા નામવાળી 9 અનઅધિકૃત ખાનગી વેબસાઇટો ઉભી કરી હતી. જેના પરથી તેઓ નક્કી કરેલા ધારાધોરણો કરતાં બેથી ત્રણ ગણા વધારે ભાવે કન્ફર્મ ટિકિટોનું અનઅધિકૃત રીતે વેચાણ કરતા હતા. ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીઓમા એક આરોપી અમદાવાદનો છે જ્યારે બે આરોપી સાસણના છે.
સંકળાયેલા મુદ્દાઓ