ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / નશાની હાલતમાં નિવૃત્ત PSIએ સર્જયો અકસ્માત, મહિલા અને તેનો પુત્ર રોડ પર પટકાયા

ડ્રિંક એન્ડ ડ્રાઇવ / નશાની હાલતમાં નિવૃત્ત PSIએ સર્જયો અકસ્માત, મહિલા અને તેનો પુત્ર રોડ પર પટકાયા

Published By: Vishal Dave

Last Updated: 07:17 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર હંકારતા નિવૃત્ત PSIએ એક મોપેડને ટક્કર મારી હતી..આ ટક્કરથી માતા અને પુત્ર રોડ પર પટકાયા હતા અને મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.

ADVERTISEMENT

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં નિવૃત્ત PSI ધીરજભાઈ પરમારે નશાની હાલતમાં અકસ્માત સર્જી, ભોગ બનનારને 10 હજાર રૂપિયા આપવાની ઓફર કરી હતી.. નશાની હાલતમાં કાર હંકારતા નિવૃત્ત PSIએ એક મોપેડને ટક્કર મારી હતી..આ ટક્કરથી માતા અને પુત્ર રોડ પર પટકાયા હતા અને મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.

અકોટા ગાર્ડન ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જોયો હતો. જે બાદ નિવૃત્ત અધિકારીએ ઈજાગ્રસ્તને રૂ.10 હજાર આપવાની ઓફર કરી હતી, પરંતુ સ્થળ પર હાજર લોકોએ તેમની નશાની હાલત જોઈ પોલીસને જાણ કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે, અને પોલીસે નિવૃત PSI સામે ગુનો નોંધ્યો છે.

નિવૃત PSI ધીરજભાઈ પરમાર અકોટા ગાર્ડન ચાર રસ્તા નજીકથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન તેમની કારે આગળ જઈ રહેલા મોપેડને અડફેટે લીધુ હતું.. મોપેડ પર માતા અને પુત્ર સવાર હતા. કારની ટક્કરથી માતા અને પુત્ર રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં મહિલા સારિકાબેનને ઇજા થઇ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નિવૃત PSIએ ઈજાગ્રસ્તને રૂ.10,000 આપવાની ઓફર કરી હતી, જો કે સ્થળ પર હાજર લોકોએ તેમને નશાની હાલતમાં જોતા તરત જ પોલીસને જાણ કરી હતી. જાણ મળતાં જ જેપી રોડ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને નિવૃત્ત PSIને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ આખા ગુજરાતમાં કડદો શોધશે AAP! 100 ટીમો બનાવશે, 400 APMC પર રાખશે બાજ નજર

નવાઇની વાત એ હતી નિવૃત PSIએ કહ્યું કે આગળ પણ એક જગ્યાએ ગાડી ઠોકીને ( અકસ્માત સર્જીને) આવ્યો છું, અને દસ હજાર રૂપિયા આપી દીધા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Accident Retired PSI Drunk Driving

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ