બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:46 PM, 13 October 2025
ગઇકાલે બોટાદમાં થયેલા ઘર્ષણને એક તરફ જ્યાં રાજ્યના સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ષડયંત્ર ગણાવી આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ આને ભાજપનું કાવતરુ ગણાવ્યું છે.. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપના સમર્થકો દ્વારા જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આમ આદમી પાર્ટીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ભાજપે બુટલેગરોને સાથે રાખીને આ ઘર્ષણ ઉભું કર્યુ હતું. આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે આજે રાજ્યભરમાં 'કાળો દિવસ' જાહેર કરીને વિરોધપ્રદર્શનો યોજવામાં આવ્યાં, જેમાં સુરતમાં વિરોધ દરમિયાન આપના નેતાઓની પોલીસ દ્વારા ખેંચી-ખેંચીને ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીએ APMCમાં લૂંટ ચાલતી હોવાનો દાવો કરી, ખેડૂતો માટે નંબર પણ જાહેર કર્યો છે તેમજ આગામી સમયમાં આંદોલન કરવાની પણ જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે તે 100 ટીમ બનાવી 400 APMCમાં ચાલતી લૂંટ બંધ કરાવશે.
આજે જૂનાગઢમાં પણ આમ આદમી પાર્ટીનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલની આગેવાનીમાં કાર્યકર્તાઓએ માથા પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો હતો, જેને લઇ જૂનાગઢ પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વડોદરામાં પણ AAPએ ભાજપ સરકાર સામે નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'બહારથી આવેલા લોકોએ આ કામ કર્યુ છે' ગુજરાત સરકારનું સ્ફોટક નિવેદન
બોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી લૂંટ ચાલતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો સાથે મહાપંચાયત કરવાની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી. એના માટે મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ મહાપંચાયતની મંજૂરી મળી ન હતી. એ બાદ બોટાદ APMCમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભેગા થઈ ગયા હતા. એ બાદ ત્યાં જ ખેડૂતો સાથે મહાપંચાયત યોજવામાં આવી હતી. એ દરમ્યાન ઘર્ષણ થયું હતું, જેમાં ગાડીઓમાં તોડફોડ અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ભાજપનો આક્ષેપ છે કે ત્યાં કોઇ ખેડૂતો ન હતા જે પણ ઘર્ષણ ઉભુ કરવામાં આવ્યું તે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું જ્યારે આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે ભાજપે તેના સમર્થકો અને બુટલેગરોની મદદથી આ તોફાન કરાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.