બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / આજે લીલા નિશાનમાં ખૂલ્યું શેર બજાર: જાણો કેટલા અંકની તેજી સાથે સેન્સેક્સમાં ઉછાળો, નિફ્ટી પણ આગળ
Last Updated: 09:42 AM, 12 November 2024
આજે એટલે કે 12 નવેમ્બરે સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના વધારા સાથે 79,690 ના સત્ર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 60 પોઈન્ટ ઉછળીને 24,200 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં તેજી છે અને 8માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33માં તેજી છે અને 17માં ઘટાડો છે. NSE સેક્ટરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી સેક્ટર સૌથી ઝડપી તેજી છે.
ADVERTISEMENT
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર
ADVERTISEMENT
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.54%ની તેજી છે. જ્યારે કોરિયાનો કોસ્પી 0.82%ના ઘટાડા સાથે અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.34%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. 11 નવેમ્બરના રોજ, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.69% વધીને 44,293 પર અને S&P 500 0.097% વધીને 6,001 પર બંધ થાયો. Nasdaq 0.062% વધીને 19,298 પર બંધ થયો. NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 11 નવેમ્બરે ₹2,306.88 કરોડના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ ₹2,026.63 કરોડના શેર ખરીદ્યા.
આ પણ વાંચો: ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળો આવતા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફેરફાર, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો?
ગઈકાલે બજારમાં સપાટ કારોબાર
અગાઉ ગઈકાલે એટલે કે 11 નવેમ્બરે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ થયું હતું. સેન્સેક્સ 9 પોઈન્ટના વધારા સાથે 79,496 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં 6 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 24,141ના સ્તરે બંધ થયો હતો. જયારે BSE સ્મોલ કેપ 627 પોઈન્ટ ઘટીને 54,286 ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઘટાડો અને 12માં તેજી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 19માં તેજી હતી. જ્યારે, એક શેરમાં કોઈ ફેરફાર થયો નથી.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT