બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / સૌથી વધુ રહસ્યમય છે જાપાનનો Dragon's Triangle, જ્યાં અનેક વિમાન અને જહાજો થઇ ગયા છે ગાયબ!

અજબ ગજબ / સૌથી વધુ રહસ્યમય છે જાપાનનો Dragon's Triangle, જ્યાં અનેક વિમાન અને જહાજો થઇ ગયા છે ગાયબ!

Last Updated: 03:37 PM, 22 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dragon Triangle : Dragon's Triangle જેને ડેવિલ્સ સી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પેસિફિક મહાસાગરનો એક પ્રદેશ છે જેને ક્યારેક Pacific Bermuda Triangle કહેવામાં આવે છે

Dragon's Triangle : બર્મુડા ટ્રાયએંગલ.. આ વિશે તો તમે સાંભળ્યું જ હશે જ્યાંથી અનેક જાહજો અને વિમાન ગાયબ થઈ ગયા અને તેનું રહસ્ય હજુ સુધી નથી ઉકેલાયું. શું તમને ખબર છે કે આવો જ કે ટ્રાયએંગલ જાપાન પાસે પણ આવેલો છે, આ દરિયાઈ વિસ્તારમાં બનતી રહસ્યમય ઘટનાઓને કારણે જાપાન સરકારે આ સમગ્ર દરિયાઈ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યો છે.

બર્મુડા ટ્રાયએંગલ હજુ પણ વિશ્વ માટે એક રહસ્ય છે અને તેને લઈને ઘણા પ્રશ્નો ઉભા થાય છે. આખરે શું કારણ છે કે જહાજો આ વિસ્તારમાં પહોંચતા જ ગાયબ થઈ જાય છે? આ સ્થળે માત્ર દરિયાઈ જહાજો અદૃશ્ય થતા નથી, પરંતુ આકાશમાં ઉડતા વિમાનો પણ તેના પ્રકોપથી બચતા નથી. મોટાભાગના લોકો આ જ બરમુડા ટ્રાયએંગલ વિશે જાણતા હશે, પરંતુ જાપાનનો એક દરિયાઈ વિસ્તાર ત્યાંનાં બરમુડા ટ્રાયએંગલ તરીકે પણ ઓળખાય છે.

વાત એમ છે કે, વર્ષ 2012માં ચીનથી એક જહાજ જાપાન જઈ રહ્યું હતું, પરંતુ તે દરિયાકિનારે ન પહોંચ્યું, આ પછી ચીની તપાસ એજન્સીઓએ જહાજની શોધ શરૂ કરી. Mv Lg નામના જહાજ અને તેના 19 ક્રૂ મેમ્બર્સ માટે વર્ષો સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું. આ પછી આ વિસ્તાર વિશ્વના બીજા બરમુડા ટ્રાયએંગલ તરીકે જાણીતો થયો. મધ્ય જાપાનનો આ દરિયાઈ વિસ્તાર પણ ઘણો ખતરનાક માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં પણ 10થી વધુ જહાજો ગુમ થયા છે. જાપાનનો આ ખતરનાક વિસ્તાર 'ડેવિલ સી' તરીકે ઓળખાય છે.

આ વિસ્તારમાં રહસ્યમય ઘટનાઓને કારણે જાપાન સરકારે આ સમગ્ર દરિયાઈ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યો છે. લોકો આ વિસ્તારને ડ્રેગન ટ્રાયએંગલ તરીકે પણ ઓળખે છે. તેઓ માને છે કે અહીં જે રીતે રહસ્યમય ઘટનાઓ બની રહી છે, એવું બની શકે કે અહીં કોઈ દરિયાઈ ડ્રેગન ચોક્કસપણે સામેલ હોય. નવાઈની વાત એ છે કે ડેવિલ સીનો આ વિસ્તાર પણ બર્મુડા ટ્રાયેન્ગલ જેવો ત્રિકોણાકાર છે.

વધુ વાંચો : બ્રહ્માંડમાં મળ્યાં મોટા મોટા ભોંયરા! કરી રહ્યાં છે આ ખાસ કામ, વૈજ્ઞાનિકોની મોટી શોધ

આ દરિયાઈ વિસ્તારમાં બનતી ઘટનાઓ વર્ષોથી ચાલી રહી છે. વર્ષ 1955માં કેટલાક માલવાહક જહાજો સહિત 9 જાપાની યુદ્ધ વિમાનો આ વિસ્તારમાંથી અચાનક ગાયબ થઈ ગયા હતા. બાદમાં જાપાને આ જહાજોને શોધવા માટે એક ખાસ જહાજ પણ મોકલ્યું હતું, પરંતુ થોડા દિવસો પછી તે જહાજ પણ રહસ્યમય રીતે આ વિસ્તારમાંથી ગાયબ થઈ ગયું હતું. આ ઘટનાઓ પછી, આ વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dragon Triangle Bermuda Triangle Pacific Bermuda Triangle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ