બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / બ્રહ્માંડમાં મળ્યાં મોટા મોટા ભોંયરા! કરી રહ્યાં છે આ ખાસ કામ, વૈજ્ઞાનિકોની મોટી શોધ
Last Updated: 08:48 PM, 21 January 2025
વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં એક મોટી શોધ કરી છે. જર્મનીના વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં મહાસુરંગો શોધી કાઢી છે. આ કોસ્મિક ટનલ્સ આખા બ્રહ્માંડમાં તારાઓ અને ગેલેક્સીને એકબીજા સાથે જોડી રાખે છે. આ ટનલ્સમાં ગર્મ પ્લાઝ્મા ભરેલા રસ્તાઓ છે જે જટિલ કોસ્મિક જાળ બનાવે છે.
ADVERTISEMENT
કેવી રીતે મળી મહાસુરંગો
પૃથ્વીની ફરતે ફરી રહેલી ઈ રોસ્ટિયા ઓબ્ઝર્વેટરીએ આ શોધ કરી હતી. આ ટનલો બ્રહ્માંડના બધા તારાઓને એકબીજા સાથે જોડી રાખવાનું કામ કરે છે.
ADVERTISEMENT
ક્યાં મળી મહાસુરંગો
આ મહાસુરંગો સોલર સિસ્ટમ નજીક જોવા મળી છે. સ્થાનિક હોટ બબલનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે, ટનલ નેક ગેસમાંથી પસાર થવાનું કામ કરી શકે છે, જે સંભવિત રીતે સૂર્યમંડળને ગેલેક્સીના અન્ય તારાઓ સાથે જોડે છે.
બ્લેક હોલની આસપાસ ફરી રહેલાં બે સ્ટાર
આ પહેલા વૈજ્ઞાનિકોએ મિલ્કી વે ગેલેક્સીના કેન્દ્રમાં બ્લેક હોલની આસપાસ ફરી રહેલાં બે સ્ટાર શોધી કાઢ્યાં હતા. ખગૌળશાસ્ત્રના ઈતિહાસમાં આ પહેલી દુર્લભ શોધ છે. આ પહેલાં આવું ક્યારેય પણ જોવામાં આવ્યું નથી. એકબીજાની આજુબાજુ ફરી રહેલાં આ બેવડા તારા 2.7 મિલિયન વર્ષ જુના જોડિયા તારા છે જે એકદમ યુવાન છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેઓ એકબીજાને યોગ્ય અંતરે પરિભ્રમણ કરતા દેખાય છે: જો તેઓ ફેલાયેલો હોત તો બ્લેક હોલનું ગુરુત્વાકર્ષણ તેમને અલગ પાડી દેત અને એક એકમેકમાં ભળી જાત પરંતુ તેઓ એકબીજાથી યોગ્ય માપ જાળવીને પરિભ્રમણ કરી રહ્યાં છે.
મિલ્કી વે ગેલેક્સી ક્રોસ કરતાં 1 લાખ વર્ષનો સમય
આપણી મિલ્કી વે ગેલેક્સીની સૌથી મોટી હેરાનીભરી વાત એ છે કે તેનું કદ એટલું મોટુ છે આપણે પ્રકાશથી ગતિથી ચાલનાર અવકાશયાનમાં બેસીને ઉપડીએ તો પણ મિલ્કી વેને ક્રોસ કરતાં 1 લાખ વર્ષનો સમય લાગી શકે છે. પ્રકાશ સેકન્ડમાં 3 લાખ કિમીનું અંતર કાપે છે તેટલી તેની ગતિ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.