ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Bollywood / rishi kapoor shocked after seeing 27 lakh sneakers in new york fans hilarious reaction

ટ્વિટર / ન્યૂયોર્કમાં 27 લાખના જૂતા જોઇને હેરાન થયા ઋષિ કપૂર, લોકોએ કરી જોરદાર કમેન્ટ્સ

Published By: vtvAdmin

Last Updated: 04:19 PM, 28 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋષિ કપૂરે એખ મજેદાર ટ્વિટ કરી છે. એવી ટ્વિટ કે સોશિયલ મીડિયા યૂઝર્સ જોરદાર ઋષિ કપૂરના ટ્વિટ પર રિએક્ટ કરી રહ્યા છે. વાસ્તવમાં ઋષિ કપૂર ન્યૂયોર્કમાં 27 લાખના જૂતા જોઇને હેરાન થઇ ગયા છે.

ADVERTISEMENT

એક્ટર ઋષિ કપૂર ન્યૂયોર્કમાં કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. સારવાર દરમિયાન એક્ટરને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ઋષિ કપૂરે એક જોરદાર ટ્વિટ કરી છે. એવી કે સોશિયલ મીડિયા યૂઝર્સ ઋષિ કપૂરના ટ્વિટ પર રિએક્ટ કરી રહ્યા છે. 

ઋષિ કપૂરે ન્યૂયોર્કમાં બ્રાન્ડેડ સ્નીકર સ્ટોર વિઝીટ કર્યો. ત્યારબાદ ત્યાં તેઓ જૂતાંની ભારે કિંમતોને જોઇને ચોંકી ગયા. ટ્વિટર પર એમને ફેન્સની સાથે સાથે પોતાનો એક્સપીરિયન્સ શેર કરતા લખ્યું  ન્યૂયોર્કમાં સૌથી મોટો સ્નીકર સ્ટોર, જ્યાં મે 12000 થી વધારે સ્ટાઇલ અને મૉડલના સ્નીકર્સ જોયા. હું હેરાન છું કે આ સ્નીકર્સની કિંમત USD 40,000 (Rs 27,56,900), USD 27,000 (Rs 18,60,907), USD 25,000 (Rs 17,23,062) અને USD 20,000 (Rs 13,78,450) સુધી છે. મોટાભાગની કિંમત USD 5,000 (Rs 3,44,732) અથવા એનાથી ઉપર છે. 

પોતાના બીજા ટ્વિટમાં ઋષિ કપૂરે કેટલાક સ્નીકર્સના ફોટો શેર કરતા લખ્યું  આ સ્નીકર્સની કિંમતને ધ્યાનથી જુઓ. આ મને એ વાતની યાદ અપાવે છે કે જૂતા સોનાના હોય કે ચાંદી ન  પરંતુ પહેરાય છે તો પગમાં જ. 

ઋષિ કપૂરના આ ટ્વિટ બાદ પ્રશંસકોએ જોરદાર જવાબ આપ્યા. એક યૂઝરે લખ્યું આ બધું અહીંયા ચોકમાં 1000 અને 500 રૂપિયામાં મળે છે. તો કેટલાક લોકો આ મોંઘા સ્નીકર્સ ના ખરીદી શકે એનું દુ:ખ પણ થયું. 

ઋષિ કપૂર કેન્સરની ટ્રીટમેન્ટ ખતમ કરીને થોડાક મહિનો બાદ ભારત પરત ફરશે. આ વચ્ચે ઋષિ કપૂરની આગળની ફિલ્મની પણ જાહેરાત થઇ ગઇ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood rishi kapoor t sneakers ઋષિ કપૂર કેન્સર ન્યૂયોર્ક Twitter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ