ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
જોકે શુક્રવારે સવારે જ પરિવારની સાથે મુંબઇ આવવા માટે રવાના થઇ શકશે. જોકે આ અંગે કોઇ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી કે તે શુક્રવારે સવારે આવી શકશે કે નહી તે જોવાનું રહ્યુ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સાઉથ-ઈસ્ટ દિલ્હીના ડીસીપી આર પી મીનાએ કહ્યું હતું કે રિદ્ધિમાને તેના પતિ, દીકરી સાથે મુંબઈ આવવાની પરવાનગી આપવામાં આવી હતી,તેમને આજે (30 એપ્રિલ) સવારે 10.45 વાગે પાંચ લોકોને દિલ્હીથી મુંબઈ જવાની પરવાનગી આપવામાં આવી હતી.. હાલમાં ટ્રેન તથા ફ્લાઈટ્સ બંધ છે, જેથી બાય રૉડ જવાની પરમિશન મળી હતી, પરંતુ બીજી તરફ મુંબઇ પોલીસે લૉકડાઉનને કારણે આજે જ અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી આપી હતી. 3 વાગ્યા સુધી અંતિમ સંસ્કાર કરવાનું હોવાથી રિદ્ઘિમા તે સમય સુધી ના આવી શકે. પોલીસ વધારે રાહ ના જોઇ શકતી આજ કારણોસર દિકરી વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.
ADVERTISEMENT
લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમતા બોલિવૂડ સ્ટાર રિષિ કપૂરનું આજે એટલે કે 30 એપ્રિલે સવારે 8.45 વાગે નિધન થયું હતું. અંતિમ સંસ્કાર આજે મરીન લાઈન્સના ચંદનવાડી સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કાર 30 મિનિટમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યા હતાં. રિષિ કપૂરના અંતિમ સંસ્કાર ઈલેક્ટ્રીક શબગૃહમાં કરવામાં આવ્યા હતાં.
ADVERTISEMENT
અંતિમ સંસ્કારમાંથી 24 લોકોની જ હાજર રહેવાની પરવાનગી મળી હતી
મુંબઈ પોલીસે નીતુ કપૂર, રણબીર કપૂર, રીમા જૈન, મનોજ જૈન, અરમાન જૈન, આદર જૈન, અનિષા કપૂર, રાજીવ કપૂર, રણધીર કપૂર, સૈફ અલી ખાન, કરીના કપૂર, બિમલ પારેખ, નતાશા નંદન, અભિષેક બચ્ચન, ડોક્ટર તરંગ, આલિયા ભટ્ટ, અયાન મુખર્જી, જય રામ, રોહિત ધવન, રાહુલ રવૈલ તથા અભિષેક બચ્ચનને હાજર રહેવાની પરવાનગી આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ