ન્યૂઝ અપડેટ્સ
8 ફોટો ગેલેરી
Last Updated: 08:08 AM, 15 February 2026
1/8
2/8
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, આ દિવસે વિધિવત ભગવાન શિવની પૂજા થાય છે અને તેમની પ્રિય વસ્તુઓ ઘરે લાવવી અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિ પર ભોળાનાથને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી ભક્તોના જીવનમાં સુખ-સુવિધા, ધન-સમૃદ્ધિ આવે છે અને સમસ્યાઓ દૂર થાય છે. ચાલો જેની મહાશિવરાત્રિ પર કઈ-કઈ વસ્તુઓ ઘરે લાવવાથી ધન, સુખ-સમૃદ્ધિ મળે છે.
ADVERTISEMENT
3/8
રુદ્રાક્ષને હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન મળેલું છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, રુદ્રાક્ષની ઉત્પતિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. રુદ્રાક્ષમાં અપાર સકારાત્મક ઉર્જા હોય છે અને તેને શિવના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, મહાશિવરાત્રિ પર રુદ્રાક્ષ ઘરે લાવવો અને તેને ધારણ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. રુદ્રાક્ષ પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
4/8
મહાશિવરાત્રિ પર પારદ શિવલિંગ ઘરે લાવીને તેની પૂજા કરવી ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. પારદ શિવલિંગ પારાનું બનેલું હોય છે. વાસ્તુ પ્રમાણે, પારદ શિવલિંગની સ્થાપના અને પૂજા કરવાથી ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે. જે લોકોના જીવનમાં લાંબા સમયથી સમસ્યાઓ ચાલી રહી હોય, તો પારદ શિવલિંગની સ્થાપના અને પૂજા કરવાથી તે દૂર થાય છે. પારદ શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર ચઢાવવાથી ભગવાન ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે.
ADVERTISEMENT
5/8
બિલિપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, શિવલિંગ પર બિલિપત્ર ચઢાવ્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી, મહાશિવરાત્રિ પર બિલિપત્રનો છોડ ઘરે લાવવો ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ઘરની આસપાસ બિલિપત્રનો છોડ રાખવાથી વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક રહે છે. જે ઘરોમાં બિલિપત્રનો છોડ હોય છે ત્યાં હંમેશા ભગવાન શિવની કૃપા બની રહે છે.
6/8
શાસ્ત્રો પ્રમાણે, ભગવાન શિવની તેમના પરિવાર સાથે પૂજા કરવાથી પણ વિશેષ શુભ પરિણામો મળે છે. એવામાં મહાશિવરાત્રિ પર શિવ પરિવારની મૂર્તિ અથવા તસવીર ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિયમિતપણે શિવ પરિવારની પૂજા કરવાથી જીવનમાં આવતી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
ADVERTISEMENT
7/8
હિન્દુ ધર્મમાં તાંબાના કળશનું વિશેષ સ્થાન હોય છે. તાંબાના કળશથી શિવલિંગનો અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે. એવામાં મહાશિવરાત્રિના દિવસે તાંબાનો કળશ ઘરે લાવવો ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તાંબાના કળશથી જળાભિષેક કરવાથી દરિદ્રતા અને માનસિક તણાવ દૂર થાય છે. સાથે જ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ