ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / relationship 5 ways to know if a girl like you note these sign

રિલેશનશિપ / જો છોકરી કરે છે આપને પસંદ તો આપે છે આ 5 સંકેત, તાત્કાલિક જ કરો પ્રપોઝ

Published By: vtvAdmin

Last Updated: 08:39 PM, 14 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્યારે કોની સાથે કેવી રીતે પ્રેમ (Love) થઇ જાય તે કોઇ નથી જાણતું. પરંતુ તેમા સૌથી મોટી વાત હોય છે કે અંતે એની સામે આપ આપના પ્રેમનો પ્રસ્તાવ મુકી શકો છો કે નહીં. ઘણી વાર દોસ્તી પણ પ્રેમમાં બદલાઇ જતી હોય છે. એક સમય એવો આવે છે કે જ્યારે કોઇ કોઇને પ્રેમ કરવ લાગે છે ત્યારે હંમેશા એ કન્ફ્યૂજનમાં રહે છે કે એ તેને પ્રેમ કરતી હશે કે નહીં. ત્યારે ઘણીવાર આમ જ વિચારવામાં ને વિચારમાં આપણી સામે તેને કોઇ બીજુ લઇ જાય છે.

ADVERTISEMENT

તેથી અહીં આપને એવા કેટલાક સિમ્પલ સંકેત બતાવી રહ્યા છીએ. જેથી આપ સરળતાથી જાણી શકો છો કે છોકરી આપને પસંદ કરે છે કે નહીં.

આપની પ્રશંસા પર પ્રશંસા કરવી

આપની દરેક વાતને ધ્યાનથી સાંભળે છે અને જુએ છે. પછી તે નાની વાત હોય કે મોટી. દરેક વાત પર આપને કોમ્પ્લીમેન્ટ આપવાનું ભૂલતી નથી. તેને જ્યારે પણ તક મળે છે બસ તમારી પ્રશંસા કરતી રહેતી હોય છે. પછી તે કોઇ પણ મિત્ર અથવા ફેમિલીનો કોઇ હોય. તો સમજી જાઓ કે આ ઇશારો છે કે તે આપને પસંદ કરે છે. 

દરેક વાત આપની સાથે શેયર કરે છે

જો કોઇ યુવતી આપને દરેક નાનામાં નાની વાત શેયર કરે છે તો સમજી જાવ કે, તે આપને તેની જીંદગીમાં શું માનતી હશે. તેના માટે આપ કેટલા મહત્વપૂર્ણ છો, જેના કારણે તે આપને દરેક વાત બતાવે છે. જેથી આપ તેની સાથે રહો દરેક જગ્યાએ. સાથે જ તે આપના પ્રતિભાવ પણ જાણવા ઇચ્છે છે. આ તમારા માટે એક સારો ઇશારો હોઇ શકે છે. 

તમારી ચિંતા કરવી

જો તમે કોઇ સમસ્યાઓમાં છો અથવા કોઇ ટેન્શનમાં છો. તેમા એ આપની જેમ જ નાની-નાની વાતે ચિંતિત બની જાય છે. આપની થોડી તબિયત ખરાબ થઇ જાય તો કેટકેટલીય દવાઓ અને ડોક્ટર્સ બતાવી દે છે. જેથી આપ જલ્દી જ ઠીક થઇ જાઓ. આપના પરિવારની મુશ્કેલી પોતાની મુશ્કેલી માનવા લાગે છે. તો સમજી જાવ કે તે આપને પસંદ કરે છે. બસ આપને જરૂર છે તેને પ્રપોઝ કરવાની.

આઇ કોન્ટેક્ટ કરવી

કહે છે કે આપણી આંખો બધુ જ વ્યક્ત કરી દે છે. બસ તેને સમજવાનો આઇડીયા આપની પાસે હોવો જોઇએ. જ્યારે આપ લોકો એક બીજાને મળો છો તો બંને વચ્ચે આઇ કોન્ટેક્ટ એક અલગ જ પ્રકારનો હોય છે અને આવો આઇ કોન્ટેક્ટ બની રહેતો હોય છે.  પછી તમે એક સારા મિત્ર જ કેમ ન હોય. આપની વચ્ચે એવી વાતો હોય છે કે જે બીજાથી અલગ હોય અને આપની વચ્ચે જે કનેક્શન હોય તે પૂર્ણ રીતે અલગ હોય, તો સમજી જાવ કે તે આપને પસંદ કરે છે. 

વારંવાર ફોન કરવો

જો તે આપને વારંવાર કોલ કરીને આપનો હાલ ચાલ પૂછે છે અથવા ફરી વારંવાર વાત કરવા ઇચ્છે છે. દરેક સમયે તમારી ચિંતા રહે છે તો સમજી જાવ તે આપને કંઇક માને છે. આપ પછી ગમે તેટલા બિઝી હોવ પંરતુ આપ દિવસભરમાં પછી એક વાર પણ વાત કેમ ન થાય, પરંતુ કરે છે જરૂર.

સંકળાયેલા મુદ્દાઓ

Dating Relation lifestyle lifestyle news relationship Relationship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ