ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EVની રેન્જ-ચાર્જિંગની ચિંતા દૂર કરશે REEV ટેક્નોલોજી, પેટ્રોલ એન્જિનથી બેટરી ચાર્જ કરીને મળશે લાંબી ડ્રાઇવિંગ રેન્જ!
7 ફોટો ગેલેરી
Last Updated: 03:02 PM, 9 September 2026
1/7
આ સમસ્યાને દૂર કરવા માટે ઓટોમોબાઇલ કંપનીઓ Range Extender Electric Vehicle એટલે કે REEV ટેક્નોલોજી પર ધ્યાન આપી રહી છે. આ ટેક્નોલોજીમાં કારને મુખ્ય રીતે ઇલેક્ટ્રિક મોટર ચલાવે છે. જ્યારે બેટરીનો ચાર્જ ઓછો થાય ત્યારે પેટ્રોલ એન્જિન જનરેટર તરીકે કામ કરીને વીજળી બનાવે છે. આ રીતે લાંબા પ્રવાસ દરમિયાન ચાર્જિંગની ચિંતા ઓછી થઈ શકે છે.
2/7
REEVને સરળ ભાષામાં એવી ઇલેક્ટ્રિક કાર કહી શકાય જેમાં બેકઅપ માટે નાનું પેટ્રોલ એન્જિન આપવામાં આવે છે. આ કારના પૈડાંને પેટ્રોલ એન્જિન સીધું ચલાવતું નથી. પૈડાં માત્ર ઇલેક્ટ્રિક મોટરથી ચાલે છે અને બેટરી આ મોટરને વીજળી પૂરી પાડે છે.જ્યારે બેટરીનો ચાર્જ ઓછો થવા લાગે છે ત્યારે પેટ્રોલ એન્જિન જનરેટરને ચલાવે છે. જનરેટર વીજળી બનાવે છે અને આ વીજળીથી ઇલેક્ટ્રિક મોટર કારને ચલાવતી રહે છે. એટલે REEVમાં પેટ્રોલ એન્જિનનું મુખ્ય કામ પૈડાં ચલાવવાનું નહીં પરંતુ વીજળી બનાવવાનું છે.
ADVERTISEMENT
3/7
સામાન્ય ઇલેક્ટ્રિક કારમાં પેટ્રોલ એન્જિન હોતું નથી. બેટરીનો ચાર્જ પૂરો થઈ જાય ત્યારે કારને ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ કરવી પડે છે. REEVમાં પણ બેટરીને બહારથી ચાર્જ કરી શકાય છે પરંતુ રસ્તામાં ચાર્જિંગ સ્ટેશન ન મળે તો પેટ્રોલ એન્જિન જનરેટર મારફતે વીજળી બનાવી શકે છે.આ કારણે લાંબા અંતરના પ્રવાસમાં બેટરી ખતમ થઈ જવાની ચિંતા ઓછી થઈ શકે છે. જોકે REEVમાં બેટરી ઉપરાંત પેટ્રોલ એન્જિન, ફ્યુઅલ ટાંકી અને જનરેટર પણ હોય છે. તેથી તેની ટેક્નોલોજી સામાન્ય EV કરતાં વધુ જટિલ બની શકે છે.
4/7
સામાન્ય હાઇબ્રિડ કારમાં પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર બંને પૈડાંને ચલાવી શકે છે. કારની જરૂરિયાત પ્રમાણે તે માત્ર એન્જિન, માત્ર ઇલેક્ટ્રિક મોટર અથવા બંનેની મદદથી ચાલી શકે છે.REEVમાં સિસ્ટમ અલગ હોય છે. તેમાં પૈડાંને માત્ર ઇલેક્ટ્રિક મોટર જ ચલાવે છે. પેટ્રોલ એન્જિન પૈડાં સાથે સીધું જોડાયેલું હોતું નથી. તેનો ઉપયોગ માત્ર વીજળી બનાવવા માટે થાય છે. આ જ REEV અને સામાન્ય હાઇબ્રિડ વચ્ચેનો મુખ્ય તફાવત છે.
ADVERTISEMENT
5/7
Plug-in Hybrid Electric Vehicle એટલે PHEVમાં મોટી બેટરી હોય છે અને તેને બહારથી ચાર્જ કરી શકાય છે. પરંતુ મોટા ભાગની PHEV કારમાં જરૂર પડે ત્યારે પેટ્રોલ એન્જિન સીધું પૈડાંને પણ પાવર આપી શકે છે.બીજી તરફ REEVમાં પેટ્રોલ એન્જિન પૈડાં સાથે સીધું જોડાયેલું નથી. તે જનરેટર ચલાવીને વીજળી બનાવે છે અને આ વીજળી ઇલેક્ટ્રિક મોટર સુધી પહોંચે છે. તેથી REEVનું ડ્રાઇવિંગ સિસ્ટમ ઇલેક્ટ્રિક મોટર આધારિત રહે છે.
6/7
ભારતમાં મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ નેટવર્ક ઝડપથી વિકસી રહ્યું છે. જોકે નાના શહેરો અને હાઇવે પર દરેક જગ્યાએ ચાર્જિંગની સુવિધા હજુ એકસરખી નથી. આ કારણે ઘણા ગ્રાહકો શહેરમાં EV ચલાવવા માગે છે પરંતુ લાંબા પ્રવાસ દરમિયાન ચાર્જિંગને લઈને ચિંતિત રહે છે.REEV આવા ગ્રાહકો માટે એક વિકલ્પ બની શકે છે. તેમાં ખૂબ મોટી બેટરી રાખવાની જરૂરિયાત ઓછી થઈ શકે છે કારણ કે ચાર્જ ઓછો થવા પર પેટ્રોલ એન્જિન જનરેટર મારફતે વીજળી બનાવી શકે છે. કંપનીઓના દાવા પ્રમાણે કેટલીક REEV કારની કુલ રેન્જ 1,100થી 1,200 કિલોમીટર સુધી હોઈ શકે છે. જોકે વાસ્તવિક રેન્જ કારના મોડલ, બેટરી, ડ્રાઇવિંગ સ્ટાઇલ અને રસ્તાની સ્થિતિ પર આધારિત રહેશે.
ADVERTISEMENT
7/7
REEV માટે સૌથી મોટો પડકાર તેની કિંમત બની શકે છે. સામાન્ય EVની જેમ તેમાં બેટરી તો હશે જ પરંતુ તેની સાથે પેટ્રોલ એન્જિન, ફ્યુઅલ ટાંકી અને જનરેટર પણ લગાવવામાં આવશે. આ વધારાના સાધનોને કારણે તેની કિંમત સામાન્ય EV કરતાં વધારે થઈ શકે છે.જો કંપનીઓ REEVની કિંમત યોગ્ય રાખી શકે અને સરકાર તરફથી ટેક્સ અથવા અન્ય પ્રકારની રાહત મળે તો આ ટેક્નોલોજી ભારતમાં એક નવો વિકલ્પ બની શકે છે. ખાસ કરીને એવા ગ્રાહકો માટે REEV ઉપયોગી બની શકે છે જેઓ રોજિંદા શહેરના પ્રવાસમાં ઇલેક્ટ્રિક ડ્રાઇવિંગ ઇચ્છે છે પરંતુ લાંબી મુસાફરી દરમિયાન ચાર્જિંગ સ્ટેશન શોધવાની ચિંતા કરવા માગતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ