બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતીય જીવન વીમા નિગમમાં ભરતી, 19 લાખ સુધીનો પગાર પેકેજ, હાલ જ કરો અરજી

તમારા કામનું / ભારતીય જીવન વીમા નિગમમાં ભરતી, 19 લાખ સુધીનો પગાર પેકેજ, હાલ જ કરો અરજી

Published By: Vishal Khamar

Last Updated: 03:23 PM, 15 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડમાં આઈટી પ્રોફેશનમાં હાલ જગ્યા પડી છે. જેમાં સારુ એવું પગારનું પેકેજ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. તો ફટાફટ કરી દો અરજી.

આઈટી સાથે સંકળાયેલા લોકો માટે એલઆઈસીમાં નોકરીની શાનદાર તક છે. એલઆઈસી હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડને આઈટી પ્રોફેશનમાં જગ્યાઓ પડી છે. જેમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જો કોઈ આ પોસ્ટ પર અરજી કરવા માંગે છે તો www.lichousing.com પર એપ્લાય કરી શકે છે.

એલઆઈસી હાઉસિંગમાં ફાઈનાન્સની ભારતની એક મોટી હાઉસિંગ ફાયનાન્સ કંપની છે. જે LIC ની પેટાકંપની તરીકે કાર્યરત છે. અહીં IT પ્રોફેશનલની જગ્યા ભરવામાં આવી રહી છે.

આઈટી પ્રોફેશન માટે શું લાયકાત જોઈએ.

શૈક્ષણિક લાયકાત: કોઈ પણ યુનિવર્સિટીમાંથી બીઈ, સીએસ, બીટેક, આઈટી, સીએસ, એસસીએ, એમટેક અથવા તે સમકક્ષ કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી/આઈટીમાં ઓછામાં ઓછા 60 ટકા હોવા જરૂરી છે. ડિસ્ટન્સ લર્નિંગ, પાર્ટ-ટાઇમ અને પત્રવ્યવહાર ડિગ્રી માન્ય રહેશે નહીં.

ઉંમર: અરજી કરનારની ઉમર ઓછામાં ઓછી 28 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ સુધીની હોવી જોઈએ. ઉંમર 1 ડિસેમ્બર 2025 ના આધારે નક્કી કરવામાં આવશે.

અનુભવઃ આઇટી સેવાઓ અથવા સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

અરજી કેવી રીતે કરશો?

  • સૌપ્રથમ, LIC હાઉસિંગ ફાઇનાન્સની સત્તાવાર વેબસાઇટ www.lichousing.com ની મુલાકાત લો.
  • હવે હોમપેજ પર, તમારેJob Opportunities વિભાગમાં "Recruitment for IT Professional " ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
  • આની નીચે, તમારે ફુલ સ્ટેક ડેવલપરની પોસ્ટ માટે નોટિફિકેશનની સામે "pply Online" લિંક પર જવું પડશે.
  • Submit Resume વિભાગમાં, તમારે પોસ્ટ પસંદ કરવાની રહેશે, ત્યારબાદ, તમારું નામ, પિતા/પતિનું નામ, લિંગ, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, વૈવાહિક સ્થિતિ, આધાર કાર્ડ, સરનામું વગેરે જેવી બધી વિગતો ભરો. ઉપરાંત, અનુભવની વિગતો, શૈક્ષણિક વિગતો, પ્રમાણપત્રો ભરો.
  • હવે, અન્ય વિગતોમાં તમારો ફોટોગ્રાફ, રિઝ્યુમ વગેરે અપલોડ કરો.
  • સ્થળ, તારીખ તપાસો, કેપ્ચા કોડ ભરો અને સબમિટ કરો.

આ પણ વાંચોઃ આધારકાર્ડમાં નાનપણનો ફોટો બદલવો છે, ફોલો કરો આટલા સ્ટેપ્સ; જાણો પ્રોસેસ

આ ભરતીને લઈ અન્ય કોઈપણ જાણકારી માટે અરજી કરનાર વ્યક્તિ એલઆઈસી હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડની વેબસાઈટ પર વધુ વિગત જોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LIC , Recruitment HFL 2025

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ