બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધારકાર્ડમાં નાનપણનો ફોટો બદલવો છે, ફોલો કરો આટલા સ્ટેપ્સ; જાણો પ્રોસેસ
Last Updated: 10:26 AM, 14 December 2025
આધારકાર્ડ આજે દરેક ભારતીયની ઓળખનું મેઈન ડોક્યુમેન્ટ બની ગયો છે. બેકિંગથી માંડીને સરકારી યોજનાઓ સુધી દરેક જગ્યાએ તેની જરૂર પડે છે. જો આધારકાર્ડમાં કોઈ પણ માહિતી ખોટી હોય તો કામ અટકી જાય છે. ઘણા લોકો આધારકાર્ડમાં નાનપણનો ફોટો મોટી પરેશાની બની જાય છે.
ADVERTISEMENT
ઘણી વાર ઉંમર વધ્યા પછી આધારમાં ફોટો અલગ થઈ જાય છે જેથી ઓળખ પર સવાલો ઉઠે છે. આવી સ્થિતિમાં લોકો આધારકાર્ડ બતાવવાથી અચકાય છે. જો તમે પણ આમાંથી એક છો તો આધારકાર્ડમાં ફોટો બદલાનો એક બેસ્ટ ઓપ્શન છે.

ADVERTISEMENT
આધારકાર્ડમાં ફોટો બદલાવવા માટે UIDAI ફેસેલિટી આપે છે. જો કે નામ, સરનામું કે મોબાઈલ નંબરની જેમ ફોટો ઓનલાઈન અપડેટ કરી શકાતો નથી. તેના માટે આધાર એનરોલમેન્ટ અથવા સર્વિસ સેન્ટર જવું જરૂરી હોય છે. અહીંયા તમારો નવો ફોટો ક્લીક કરવામાં આવશે અને બાયોમેટ્રિક પ્રોસેસ પણ કરવામાં આવશે. ફોટો અપડેટ કરાવવા માટે સૌથી પહેલા UIDAIની ઓફિશીયલ વેબસાઈટ uidai.gov.in પર જવું પડશે. અહીંયા My Aadhaar સેક્શનમાં જઈને Enrollment and Update Formsનો ઓપ્શન મળશે.

ADVERTISEMENT
ફી આપવી પડશે
આ ફોર્મને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવાની હોય છે અને તેમા તમારી ડિટેલ આપવાની રહેશે. ભરેલું ફોર્મ લઈને નજીકના આધાર સેન્ટર જવું પડશે. ત્યાં તમારા ફોર્મની તપાસ કરાશે ત્યારપછી નવો ફોટો લેવાશે અને આઈરિસ સ્કેન કરવામાં આવશે. આખી પ્રોસેસ UIDAIના નિયમો હેઠળ થાય છે. જેનાથી કોઈ પ્રકારની ભૂલ ન થાય. ફોટો અપડેટ કરાવવા માટે ફિક્સ ફી આપવી પડશે. જેના માટે 100 રૂપિયા ફી થાય છે. જેમાં જીએસટી પણ સામેલ છે. પ્રોસેસ પુરી થયા પછી તમને એક URN નંબર આપવામાં આવશે.
ADVERTISEMENT


ADVERTISEMENT
આ પણ વાંચોઃ SBI કસ્ટમર્સ માટે ગુડ ન્યૂઝ! સામે આવી સૌથી મોટી અપડેટ
આ નંબરની મદદથી તમે આધાર અપડેટનું સ્ટેટસ ચેક કરી શકો છો. આધારમાં ફોટો અપડેટ કરવામાં સામાન્ય રીતે 30થી 90 દિવસનો સમય લાગી શકે છે. આ દરમિયાન તમે UIDAIની વેબસાઈટ પર જઈને URN નંબર નાંખી સ્ટેટસ ટ્રેક કરી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.