બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / SBI કસ્ટમર્સ માટે ગુડ ન્યૂઝ! સામે આવી સૌથી મોટી અપડેટ

તમારા કામનું / SBI કસ્ટમર્સ માટે ગુડ ન્યૂઝ! સામે આવી સૌથી મોટી અપડેટ

Published By: Vidhata Gothi

Last Updated: 10:19 AM, 13 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI Bank Lending Rate: દેશની સૌથી મોટી ધિરાણકર્તા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને એક મોટા ખુશખબર આપ્યા છે. SBIએ બધા જ ટેન્યોર માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

દેશની સૌથી મોટી ધિરાણકર્તા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંકે પોલિસી રેટમાં ઘટાડો કર્યા પછી હવે SBIએ પણ તેના ધિરાણ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાથી તેના હાલના અને નવા લોન લેનાર ગ્રાહકો માટે લોન સસ્તી થઈ ગઈ છે. આ લેટેસ્ટ ઘટાડા સાથે SBIનો એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 7.90% થઈ જશે. આ સુધારેલા દર 15 ડિસેમ્બર 2025થી લાગૂ થઈ જશે.

MCLRમાં પણ 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ મુદત માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં પણ 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ સુધારા સાથે, એક વર્ષની પાકતી મુદત માટે MCLR વર્તમાન 8.75%થી ઘટીને 8.70% થઈ જશે. એવી જ રીતે એક વર્ષની પાકતી મુદતનો દર 5 ટકા સસ્તો થઈને 8.75% અને 8.80% થઈ જશે.

vtv app promotion

બેંકે જણાવ્યું કે તેણે બેઝ રેટ/BPLR વર્તમાન 10%થી ઘટાડીને 9.90% કરી દીધો છે, જે 15 ડિસેમ્બરથી અમલમાં આવશે. આ સિવાય બેંકે 15 ડિસેમ્બરથી બે વર્ષ અને ત્રણ વર્ષથી ઓછી પાકતી મુદત માટે ફિક્સ્ડ ડિપોઝિટ રેટ 5 બેસિસ પોઇન્ટ ઘટાડીને 6.40% કરવાનો નિર્ણય લીધો છે. જોકે, બેંકે અન્ય પાકતી મુદત પર વ્યાજ દર જાળવી રાખ્યા છે. SBIએ '444-દિવસ'ની ખાસ યોજના અમૃત વૃષ્ટિના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે. હવે વ્યાજ દર 15 ડિસેમ્બરથી 6.60% થી ઘટાડીને 6.45% કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પેન્શન નિયમોમાં મોટો ફેરફાર, એકવાર જરૂરથી વાંચી લેજો PFRDAની ગાઇડલાઇન્સ

ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પણ કરી જાહેરાત

વધુ એક સરકારી બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ પણ 15 ડિસેમ્બર 2025થી તેના ધિરાણ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એક નિવેદનમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકે કહ્યું કે બેંકે તેના એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) - ખાસ કરીને રેપો-લિંક્ડ લેન્ડિંગ દર (RLLR) - ને 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 8.35%થી 8.10% કરી દીધો છે, જેનાથી પોલિસી રેટમાં ઘટાડાનો સંપૂર્ણ ફાયદો ગ્રાહકોને મળશે.

આ સિવાય બેંકની એસેટ લાયેબિલિટી મેનેજમેન્ટ કમિટી (ALCO) એ ત્રણ મહિનાથી ત્રણ વર્ષ સુધીના તમામ સમયગાળા માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં 5 બેસિસ પોઇન્ટના ઘટાડાને મંજૂરી આપી છે. બેંકે જણાવ્યું કે આ ફેરફારો હાલના અને નવા ગ્રાહકોની EMI ઘટાડશે, જેમની લોન આ બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI Repo Rate Cut State Bank of India SBI Bank Lending Rate

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ