ન્યૂઝ ઉપડેટસ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પેન્શન નિયમોમાં મોટો ફેરફાર, એકવાર જરૂરથી વાંચી લેજો PFRDAની ગાઇડલાઇન્સ

તમારા કામનું / પેન્શન નિયમોમાં મોટો ફેરફાર, એકવાર જરૂરથી વાંચી લેજો PFRDAની ગાઇડલાઇન્સ

Published By: Jinal Chauhan

Last Updated: 08:37 AM, 13 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PFRDAએ સરકારી અને ખાનગી પેન્શન સ્કીમ માટે નવા રોકાણ નિયમ લાગૂ કર્યા છે. આ ફેરફારનો હેતુ કર્મચારીઓનું રિટાયર્ડમેન્ટ સેવિંગને સેફ રાખવાનું અને રોકાણ પ્રોસેસને વધુ પારદર્શી બનાવવાનું છે.

દેશના પેન્શન રેગ્યુલેટર PFRDAએ સરકારી કર્મચારીઓની પેન્શન સ્કીમના રોકાણ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ લાગુ થઈ ચુક્યા છે અને પહેલા લાગુ કરાયેલી તમામ ગાઈડલાઈન્સને પણ એક જ માસ્ટર સર્કુલરમાં જોડીને સરળ બનાવી દીધી છે.જેનો હેતુ કર્મચારીના રિટાયર્ડમેન્ટ સેવિંગ્સને વધુ સુરક્ષિત અને રોકાણ પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવાનો છે.

નવા નિયમો કેમ લાગુ કરાયા

સરકાર અને રાજ્ય સકકારના કરોડો કર્મચારી NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં સામેલ છે. જ્યારે સામાન્ય નાગરિક અટલ પેન્શન યોજના હેઠળ રોકાણ કરે છે. PFRDAનું કહેવું છે કે નવી ગાઈડલાઈન્સથી એ સ્પષ્ટ થઈ જશે કે પેન્શન ફંડ લોકોની મહેનતની કમાણી કયા અને કેટલી ટકાવારીમાં લગાવે છે. આનાથી રોકાણનું જોખમ ઘટશે અને રિટર્ન સ્થિર થઈ શકશે.

pension-3

સરકારી બોન્ડમાં સૌથી વધુ રોકાણ

નવા નિયમો હેઠળ પેન્શન ફંડને તેનો એક મોટો ભાગ સુરક્ષિત રોકાણ ઓપ્શનમાં રાખવો પડશે. હવે પેન્સન ફંડ 65 ટકા સુધી પૈસા સરકારી સિક્યોરિટીઝમાં લગાવી શકે છે. સરકારી બોન્ડ સૌથી સુરક્ષિત ગણાય છે, એટલા માટે જ રિટાયરમેન્ટ સેવિંગ્સની સુરક્ષા માટે આ સૌથી મોટું પગલું છે.

આ ઉપરાંત કોર્પોરેટ બોન્ડ અને અન્ય ડેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં મહત્તમ 45 ટકા રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે તેના માટે PFRDAએ મિનીમમ રેટિંગને લઈને કડક નિયમ બનાવ્યા છે. જેથી કોઈ ફંડ વધુ જોખમ વાળા બોન્ડમાં પૈસા ન લગાવે.

pension

ઈક્વિટીમાં રોકાણની નવી લિમીટ

PFRDAએ ઈક્વિટીમાં રોકાણની મહત્તમ મર્યાદા 25 ટકા નક્કી કરી છે. ફંડ આઈપીઓ, એફપીઓ, ઓએફએસ અને ઈન્ડેક્સ આધારિત રોકાણ દ્વારા શેર ખરીદી શકશે. શેર માર્કેટને સામાન્ય રીતે વધારે ઉતારચઢાવ વાળું માનવામાં આવે છે, એટલા માટે મર્યાદા નક્કી કરવાથી જોખમ કંટ્રોલમાં રહેશે.

અન્ય રોકાણ પર પણ લિમીટ નક્કી કરાઈ

મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં 10 ટકા જ્યારે REITs, InvITs અને અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ જેવા વિકલ્પોમાં 5 ટકા સુધી રોકાણની છૂટ આપવામાં આવશે. આ વિકલ્પો પર લિમીટ એટલા માટે રાખવામાં આવી છે જેથી ફંડ્સ હાઈ રિસ્ક કેટેગરીમાં જરૂર કરવા વધારે પૈસા ન નાંખે.

vtv app promotion

આ પણ વાંચોઃ એ 4 કારણ, જેના કારણે ડૉલરના મુકાબલે રૂપિયો થયો ધડામ

પોર્ટફોલિયો મોનિટરિંગ અને રિસ્ક મેનેજમેન્ટ

નવી ગાઈડલાઈન્સમાં એક મોટો ફેરફાર એ પણ છે કે ફંડને તેના રોકાણ પોર્ટફોલિયોની સતત દેખરેખ રાખવી પડશે. જો ઈન્ડેક્સમાં ફેરફાર હોય કે કોઈ રોકાણની ગુણવત્તા ઓછી થાય તો ફંડને પોર્ટફોલિયો ફરી બેલેન્સ કરવું પડશે. આનાથી એ નક્કી થશે કે સબ્સસ્ક્રાઈબર્સની કમાણી હંમેશા સુરક્ષિત છે અને જોખમ લિમીટેડ છે.

નવા નિયમોથી શું ફાયદો થશે

PFRDAના કહ્યા પ્રમાણે આ આખુ ફ્રેમવર્ક સરકારી કર્મચારીઓ અને APYના લાભાર્થીઓની લાંબી બચતની મુદતને વધુ સુરક્ષિત, સ્થિર અને પારદર્શી બનાવશે. સરળભાષામાં કહીયે તો હવે તમારા પેન્શનના પૈસા વધુ સુરક્ષિત અને સ્પષ્ટતા સાથે રોકાણ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Retirement Savings PFRDA Notification, Pension Investment Rules

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ