ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:54 PM, 12 December 2025
શુક્રવારે રૂપિયો 24 પૈસા ઘટીને 90.56 ની નવી રેકોર્ડ લો લેવલે પહોંચ્યો છે. ભારત-અમેરિકા વેપાર સોદા અંગે અનિશ્ચિતતા આ સિવાય વિદેશી રોકાણના પ્રવાહમાં સતત વધારો થવાથી રોકાણકારોના ભાવનામાં ઘટાડો થયો છે. સોનાના ભાવમાં વધારા વચ્ચે આયાતકારો દ્વારા મોટા પ્રમાણમાં ડોલર ખરીદીને કારણે રૂપિયો નીચે જઈ રહ્યો છે. ફોરેન કરન્સી ટ્રેડરમાં રૂપિયો યુએસ ડોલર સામે 90.43 પર ખુલ્યો હતો પછી ઘટીને 90.56 પર પહોંચ્યો હતો જે તેના પાછલા બંધ કરતા 24 પૈસા ઘટ્યો હતો. ગુરુવારે રૂપિયો 38 પૈસા ઘટીને ડોલર સામે 90.32 ના લો લેવલે બંધ થયો હતો.
ADVERTISEMENT
રૂપિયાના રેટ પર RBI ની કાર્યવાહી પર નજીકથી નજર રાખવી પણ જરૂરી છે. આજે ભારતીય અને યુએસ પ્રતિનિધિમંડળ વચ્ચેની વાટાઘાટોનો છેલ્લો દિવસ પણ છે અને એવી આશા રખાઈ રહી છે ત્યાર બાદ કોઈ કરારની જાહેરાત કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના તેલની ખરીદી પર ભારત પર લગાવવામાં આવેલા 25% વધારાનો ટેરિફ હટાવી શકાય છે.
આ દરમિયાન ડોલર ઇન્ડેક્સ જે 6 મુદ્રાઓના બાસ્કેટ સામે ડોલરની મજબૂતી માપનાર ડોલર સુચાંક તે 0.02% વધીને 98.37 પર ટ્રેડ કરી રહ્યો હતો. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.67% વધીને 61.69 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો હતો. લોકલ શેરબજારમાં 30-શેર બેન્ચમાર્ક સેન્સેક્સ 170.40 પોઈન્ટ વધીને 84,988.53 પર અને નિફ્ટી 98.40 પોઈન્ટ વધીને 25,996.95 પર ટ્રેડ કરી રહ્યો હતો.ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 2,020.94 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.