ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:47 PM, 12 December 2025
શેરબજારમાં રોકાણ કરનારાની સંખ્યા તો વધી રહી છે પણ હવે ચેતવાનો સમય આવી ગયો છે. જી હા, હવે માર્કેટમાં એવા લોકોની પણ સંખ્યા વધી રહી છે જે લોકો સ્ટોકમાં, શેરમાર્કેટમાં પૈસા ડબલ, જોરદાર રિટર્નનો વાયદો કરી ને સલાહ આપી રહ્યા છે. એવા લોકોની પણ સંખ્યા વધી રહી છે જ્યાં લોકો મંજૂરી વગર જ લોકોને રોકાણનું જ્ઞાન આપી રહ્યા છે. આવા લોકો પર સ્ટોક એક્સચેન્જ તરફથી ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. હમણા જ NSEએ આવા પાંચ લોકોને શોંધી કાઢ્યા છે. અને લોકોને સલાહ પણ આપી છે કે આવા લોકોની સલાહ લેતા પહેલા ચેતી જજો.
ADVERTISEMENT
નેશનલ સ્ટોક એક્સચેન્જે પરવાનગી વગર રોકાણકારોને સલાહ આપનાર પાંચ લોકો વિશે ચેતવણી આપી છે. એક ઓફિશીયલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ લોકો રોકાણકારોને તેમનું ટ્રેડિંગ એકાઉન્ટ્સને જોવાનો વાયદો કરે છે અને ગેરંટીથી રિટર્ન મળવાનો વાયદો કરે છે.આટલું જ નહીં આ બધા ડબ્બા ટ્રેડિંગ જેવી ગેરકાયદે સર્વિસ પણ આપે છે અને યૂટ્યુબ ચેનલ જેવી પ્રોફિટ ટ્રેડિંગ, ટ્રેડ રૂમ ઓફિશીયલ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કામ કરે છે.

ADVERTISEMENT
NSEએ રોકાણકારોને અપીલ કરી છે કે તે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા સ્ટોક માર્કેટમાં ગેરેટેન્ડ રિટર્ન આપનારી સ્કીમ કે પ્રોડક્ટને સબસ્ક્રાઈબ ન કરે કારણ કે આ કાયકાદીય રીતે પ્રતિબંધિત છે. સાથે જ એક્સચેન્જે કહ્યું કે, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે તે તેમની ટ્રેડિંગની માહીતી જેવી કે યુઝર આઈડી અને પાસવર્ડ કોઈની પણ સાથે શર ન કરે. એ પણ ધ્યાન રાખે કે લોકો અથવા સંસ્થા NSEના કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બરના સભ્ય નથી અને ન તો એ NSEના ઓફિશીયલ વ્યક્તિ છે.
ADVERTISEMENT
ગત મહિને બોમ્બે સ્ટોક એક્સચેન્જે પણ રોકાણકારોને એક ગેરકાયદે સસંથા ઈજેડઈન્વેસ્ટ વિશે ચેતવણી આપી દીધી હતી કે જે રોકાણ અને ટ્રેડિંગની ભલામણો આપી રહી હતી અને નાગરિકો પાસેથી ફંડ ભેગુ કરી રહી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 1 લાખ 30 હજારને પાર સોનું, તો ચાંદીનો પણ ચળકાટ વધ્યો, જાણો આજના રેટ
BSEએ એક સર્કુલરમાં કહ્યું હતું કે, ર્ઈજેડઈન્વેસ્ટ નામની સંસ્થા સેબી કે BSE રજિસ્ટ્રેસનની મંજૂરી વગર ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપી રહી છે અને રોકાણકારો પાસેથી પૈસા લઈ રહી છે, જેથી તે અલગ અલગ સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ કરી શકે. એક્સચેન્જે કહ્યું કે કંપનીને અમારી કોઈ મંજૂરી નથી અને રોકાણકારોને સલાહ આપવામાં આવી કે તે કોઈની સાથે કામ કરતા પહેલા તેમના રજિસ્ટ્રેસ્શનને ચેક કરી લે.
ADVERTISEMENT
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.