ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:46 PM, 12 December 2025
Gold-Silver Rates Today: આ વર્ષે સ્થાનિક બજારમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 67%નો વધારો જોવા મળ્યો છે. ત્યારે આજે પણ ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ એક લાખ 30 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ 4,213.12 ડોલર પ્રતિ ઔંસ છે. યુએસ ફેડરલ રિઝર્વે તેના મુખ્ય વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી સોનામાં રોકાણ વધ્યું છે. મુખ્ય વ્યાજ દરોમાં ઘટાડાથી બોન્ડ યીલ્ડ ઘટવાની સંભાવના રહે છે, જેના કારણે રોકાણકારો સોના જેવા સેફ એસેટમાં રોકાણ વધારે છે.
ADVERTISEMENT

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની સત્તાવાર વેબસાઇટ ibjarates.com પ્રમાણે, આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે 12 ડિસેમ્બરે 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 130046 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 916 શુદ્ધતા એટલે કે 22 કેરેટ સોનાનો ભાવ 119601 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રેકોર્ડ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આજે દિલ્હી, જયપુર, લખનૌ અને ચંડીગઢમાં 24 કેરેટ સોનાનો ભાવ 130910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો ભાવ 120010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો અમદાવાદ અને ભોપાલમાં 24 કેરેટ સોનાનો ભાવ 130810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો ભાવ 119910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ, પૂણે અને બેંગલુરુમાં 24 કેરેટ સોનાનો ભાવ 130760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો ભાવ 119860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ADVERTISEMENT

આ વર્ષે ઘરેલુ બજારમાં સોના ભાવમાં 60 ટકાથી વધારે તેજી જોવા મળી છે. ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિઓ અને રૂપિયા-ડોલરના દર લગભગ સમાન રહ્યા કે રૂપિયો નબળો થયો, તો 2026માં સોનાના ભાવમાં 5થી 16 ટકા સુધી હજુ વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકાનો એક નિર્ણય, અને ભારતમાં ચાંદી પહોંચ્યું 2 લાખને નજીક!
ADVERTISEMENT
સોનાની જેમ જ આજે ચાંદીના ભાવમાં પણ તેજી છે. આજે ચાંદીનો ભાવ 192781 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે, જે પાછલા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવારે સાંજે 188281 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 116.72 ટકા વધારો થયો છે. વૈશ્વિક પુરવઠાની અછત, ચીનમાંથી સતત મજબૂત માંગ અને વધતા ઔદ્યોગિક વપરાશને કારણે આ વર્ષે ચાંદીએ રિટર્નના મામલે સોના કરતાં વધુ સારું વળતર આપ્યું છે. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ 62.88 ડોલર પ્રતિ ઔંસ છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.