ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ravan's look in adipurush is being criticized by hindu mahasabha

વિવાદ / આ સાંખી નહીં લેવાય: Adipurush માં રાવણના રૂપમાં સૈફને જોઈ ભડકી હિન્દુ મહાસભા, કહ્યું ખિલજી-ચંગેઝ ખાન જેવા...

Published By: Jaydeep Shah

Last Updated: 12:21 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ આદિપુરુષનું ટીઝર રીલીઝ થતા રાવણનાં લુક પર વિવાદ ઉભો થઇ ગયો છે. હિંદુ મહાસભાનું કહેવું છે કે રાવણ ખિલજી-ચંગેઝ ખાન જેવો લાગી રહ્યો છે.

ADVERTISEMENT

  • ફિલ્મ આદિપુરુષનું ટીઝર રીલીઝ 
  • રાવણનો લુક ખિલજી-ચંગેઝ ખાન લુક છે : હિંદુ મહાસભા 
  • ફિલ્મના ટીઝરને દર્શકો તરફથી ખરાબ રિસ્પોન્સ

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ આદિપુરુષનું ટીઝર રવિવારે રીલીઝ કરવામાં આવ્યું હતું. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર આ ફિલ્મને લઈને હવે મેકર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મના VFX પર સોશિયલ મીડિયા યુઝર્સ મીમ્સ શેર કરી રહ્યા છે. સૈફ અલી ખાનના રાવણનાં લુકને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. હવે આ વિવાદમાં હિંદુ મહાસભા અને બીજેપી પણ સામેલ થઇ ગયા છે. 

પૌરાણિક પાત્રો સાથે કોઈ ખેલ નહીં 
આદિપુરુષની સ્ટોરી રામાયણ પર આધારિત છે. સૈફ અલી ખાન ફિલ્મમાં રાવણનું પત્ર ભજવી રહ્યો છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે સૈફનાં લુક પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મનાં જે પૌરાણિક ચરિત્રો છે, તેમની સાથે છેડછાડ સહન નહીં કરવામાં આવે. ચક્રપાણી મહારાજે કહ્યું કે ભગવાન શિવના અનન્ય ભક્ત લંકાપતિ રાવણની ભૂમિકામાં સૈફ અલી ખાનનું ચિત્રણ એ પ્રકારે કરવામાં આવ્યું છે, જેમ કે ઇસ્લામિક આતંકી ખિલજી અથવા ચંગેઝ ખાન અથવા ઔરંગઝેબ હોય, માથા પર નથી તિલક કે નથી ત્રિપુંડ, અમારા પૌરાણિક ચરિત્રો સાથે આવા ખેલ સહન નહીં કરી લેવામાં આવે. 

તુર્કીનો સરમુખત્યાર હોય શકે છે 
બીજેપીના પ્રવક્તા માલવિકા અવિનાશે પણ રાવણનાં લુક પર આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે લંકાના રહેવાસી રાવણ એક શિવ ભક્ત હતા, જેમણે 64 કલાઓમાં મહારત હાંસેલ કરી હતી. વિજય જે વૈકુંઠની રક્ષા કરી રહ્યા હતા અને એક શ્રાપને કારણે રાવણનાં સ્વરૂપમાં અવતરિત થયા હતા. આ તુર્કીનો સરમુખત્યાર હોય શકે પણ રાવણ નથી. બોલીવુડ આપણા રામાયણ / ઈતિહાસને ખોટા પ્રકારે પેશ કરવાનું બંધ કરે. શું તમે ક્યારેય દિગ્ગજ એનટીરામારાવ વિષે સાંભળ્યું છે?

ટીઝરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યું છે 
12 જાન્યુઆરી, 2023નાં રોજ આદિપુરુષ ફિલ્મ સિનેમાઘરોમાં રીલીઝ થશે. ફિલ્મનું બજેટ 500 કરોડ જણાવવામાં આવે છે. આટલા ભારે બજેટ સાથે પણ આ ફિલ્મના ટીઝર તથા પોસ્ટરને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો નથી. ટીઝરનાં VFXને લોકો કાર્ટૂન ફિલ્મો સાથે સરખાવી રહ્યા છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Adipurush Bollywood Gujarati News Saif Ali Khan આદિપુરુષ Bollywood

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ