ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Rakesh roshan cried after hearing rishi kapoor death news ranbir kapoor consoled him
ADVERTISEMENT
એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાકેશ રોશન જણાવ્યુ કે, ''રિષિ કપૂરના નિધનની જાણકારી મને રણબીર કપૂરે આપી હતી. મારા એક મિત્રએ મને રિષિ કપૂરની તબિયત વિશે પૂછ્યુ, ત્યારે તેમણે રણધીર કપૂરને ફોન કર્યો, પરંતુ કનેક્ટ ના થઇ શક્યો, પછી મેં રણબીર કપૂરને ફોન કર્યો, ત્યારે રણબીરે ફોન પર પિતાના નિધનની જાણકારી આપી.''
ADVERTISEMENT
ADVERTISEMENT
દિગ્ગજ એક્ટરે આગળ જણાવ્યુ કે, ''રિષિના નિધનની વાત સાંભળીને હું શોક્ડ થઇ ગયો અને રડવા લાગ્યો. મને રણબીરે સાંત્વના આપતા મારો જુસ્સો વધાર્યો. મેં જ્યારે રણધીરને ફોન કર્યો ત્યારે તેનો ફોન બિઝી આવતો હતો, ત્યારથી મને ધબરાટ થવા લાગી. મને થયું કંઇક ખોટું તો નથી થઇ રહ્યુ ને, જેથી મેં રણબીરને ફોન કર્યો. રણબીરે મને નિધનની વાત કરી અને ફોન પર રડવા લાગ્યો, રણબીરને મને સાંત્વના આપતા સમજાવ્યો. રણબીર કપૂર પોતાના પિતા રિષિ કપૂરની મોટી તાકાત રહ્યો છે.''
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમતા બોલિવુડ સ્ટાર રિષિ કપૂરનું 30 એપ્રિલે સવારે 8.45 વાગે નિધન થયું હતું. અંતિમ સંસ્કાર આજે મરીન લાઈન્સના ચંદનવાડી સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કાર 30 મિનિટમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યા હતાં. રિષિ કપૂરના અંતિમ સંસ્કાર ઈલેક્ટ્રીક શબગૃહમાં કરવામાં આવ્યા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ